Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

નાનાપોંઢાના સ્નેહલ-શિક્ષક પર્યાવરણ સંરક્ષક ઍવોર્ડથી સન્માનિત કરાયા

નાનાપોંઢાના સ્નેહલ-શિક્ષક પર્યાવરણ સંરક્ષક ઍવોર્ડથી સન્માનિત કરાયા

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૮ ઃ રવિવાર ૨૫/૫ ના દિવસે ગુજરાત સહિત ૧૪ રાજ્યના ૧૨૦ શિક્ષકો તેમજ પર્યાવરણ પ્રેમીઓને પર્યાવરણ સંરક્ષણ ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યો હતો.

વલસાડ જિ. કપરાડા તા.ના નાનાપોંઢા  પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક  સ્નેહલ રમેશભાઈ પટેલને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ  પુલકિતભાઈ જોષી તેમજ બી. જે. પાઠક (નિવૃત્ત આઇઍફેસ,ગાંધીનગર) અર્લીબર્ડ્સ જ્ઞાન લાઇવના સંસ્થાપકના હસ્તે -વલસાડ જિલ્લા સંયોજક પર્યાવરણ સંરક્ષક ઍવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેઓને પર્યાવરણ સંરક્ષક ઍવોર્ડ વિભુષિત મહેન્દ્રસિંહ પરમાર સહિત મિત્ર વર્તુળે અભિનંદન પાઠવ્યા હતા.