Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ધોડીપાડામાં નવમાં સર્વજ્ઞાતિ સમૂહલગન્માં ૮૦ યુગલોઍ પ્રભુતામાં પગલા માંડયા

ધોડીપાડામાં નવમાં સર્વજ્ઞાતિ સમૂહલગન્માં ૮૦ યુગલોઍ પ્રભુતામાં પગલા માંડયા

 (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૮ ઃ ઉમરગામ, ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોડીપાડાના પ્રમુખ રમણભાઈ પાટકરના નેતૃત્વમાં ધોડીપાડા સંસ્કૃતિ ખોલ ખાતે નવમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રણ ને માન આપી કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા તેઓની સાથે મંચ ઉપર યુઆઇઍ પ્રમુખ નરેશભાઈ ઉદ્યોગપતિ ઇશ્વરભાઇ બારી સંતોષભાઈ રવેશીયા, ભાજપ તાલુકા પૂર્વ પ્રમુખ કનુભાઈ સોનપાલ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ દીપકભાઈ મિસ્ત્રી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મણીભાઈ પટેલ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રાકેશભાઈ વઘાત તાલુકા ભાજપ -મુખ ડો. નિરવ શાહ, જિલ્લા પંચાયત વિનયભાઈ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી. શાસ્ત્રોત વિધિ વિધાન મુજબ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ૮૦ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ના ઉપસ્થિત સૌ મહાનુભાવો ઍ નવદંપતીઓને આશીર્વાદ આપી સુખી લગ્નજીવનની કામના કરી હતી. નવમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં ૧૦,૦૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્ના હતા. ગતરોજ રાત્રે વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો જેને લઇ આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ આજે વહેલી સવારથી મેઘરાજાઍ વિરામ લેતા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નિર્વિઘ્ને પૂર્ણ થયા હતા. સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોડીપાડા દ્વારા તમામ નવદંપત્તિઓને ઘરવખરી નો સામાન મંગળસૂત્ર કબાટ સહિત કુલ ૩૨ જેટલી ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.

કથાકાર પૂ. પ્રફુલભાઈ શુક્લઍ ધારાસભ્ય રમણભાઈ પાટકર ને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી છેલ્લા નવ વર્ષથી તેઓ દ્વારા થઈ રહેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે જ લગ્નગ્રંથિથી જોડાયેલા સૌ વર વધુ અને આશીર્વાદ આપ્યા હતા. સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર સૌ દાતાઓનો ધારાસભ્ય રમણભાઈ પાટકર ઍ જરૂરિયાત આભાર પ્રગટ કર્યો હતો.