ઉમરગામમાં સમૂહ લગ્નમાં ૨૭ નવયુગલોઍ પ્રભુતામાં પગલા માંડયા
- byDamanganga Times
- 29 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૮ ઃ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી લોક હૃદયમાં સ્થાન પ્રા કરનાર શ્રી શિવ શક્તિ સહયોગ સેવાસ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ૨૭ મે ના રોજ ૨૫ મા વર્ષે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્ના હતા આજે સમૂહ લગ્નમાં ૨૭ નવયુગલો ઍ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવો ઍ નવદંપતીઓને આશીર્વાદ આપી સુખી લગ્નજીવનની કામના કરી હતી શ્રી શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટના આમંત્રણને માન આપી યુઆઇઍ પ્રમુખ નરેશભાઈ બાંઠિયા વિશેષ ઉપસ્થિત રહ્ના હતા સંસ્થા દ્વારા આમંત્રણ ને માન આપી પધારેલા સૌનો આભાર પ્રગટ કરાયો હતો.