Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

આહવમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા ‘પાયલોટ દિવસ’ની ઉજવણી કરાઈ

આહવમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા ‘પાયલોટ દિવસ’ની ઉજવણી કરાઈ

 (દમણગંગા ટાઈમ્સ)

સાપુતારા, તા.૨૭  ઃ ર૬મી મે ઍટલે ૧૦૮ ઍમ્બ્યુલન્સનો પાઇલોટ દિવસ તરીકે ઊજવાય છે, અને આ દિવસે ઈઍમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પાઇલોટની નિઃસ્વાર્થ સેવા બદલ તેમનુ સન્માન કરવામાં આવે છે.કોઇપણ કટોકટી સમયે, પ્રત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે. સત્વરે ઈમરજન્સી રીસપોન્સ ઘ્ભ્ય્, ફાયરફાઈટીંગ, ઍસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જીદંગી બચાવે છે. ઇ.ઍમ.ટી ની સાથે સાથે, પીડીતને સલામતીથી હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પાઇલોટની ભુમિકા મહત્વની છે. કટોકટીના સમયે, મહામુલી માનવ જીદંગી બચાવવા, બીજા અન્ય ઘટકો પણ મહત્વનાં છે, જેમકે પીડીતને સલામતીથી ઍવી રીતે પરિવહન કે ખસેડવાં કે જેનાથી તેમને વધુ કોઇપણ ઇજા કે હાનિ પહોંચે નહી.સ્થળ પર ઘાયલ કે દર્દીઓના હિતમાં સલામતી અને ચતુરાઇભર્યું વિવેકપૂર્ણ કાર્ય કરવું પણ ઍ પાઇલોટનું વિશેષ કાર્ય છે. આજના આ અત્યાધુનિક યુગમાં ૧૦૮ સેવાના પાઇલોટ પણ સુસજજ ટેક્નોલોજી અને સ્માર્ટફોનની મદદથી દર્દીને ખુબજ ઝડપથી યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડે છે. જેથી ડાંગ જિલ્લાનાં આહવા કલેકટર સેવા સદન ખાતે ૧૦૮ સેવાનો પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.અને વર્ષ દરમિયાન ડાંગ જિલ્લામાં ઉમદા કામગીરી કરવા બદલ આહવા ખાતે ૧૦૮,ખિલખિલાટ, ૧૯૬૨, ૧૦ ગામ દીઠ ઍક ફરતું પશુ દવાખાનું, મોબાઈલ વેટરનરી યુનિટ, ધન્વંતરિ આરોગ્ય રથ, આરોગ્ય સંજીવની સેવામાં કાર્યરત પાઇલોટ, કેપ્ટન, તથા ડ્રાઇવરને સન્માનીત કરવામાં આવ્યા હતા.