Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

બીલીમોરા ક્રિકેટ ટુર્ના.માં નવસારી ચેમ્પિયન અને વાપીની ટીમ રનર્સ અપ રહી

બીલીમોરા ક્રિકેટ ટુર્ના.માં નવસારી ચેમ્પિયન અને વાપીની ટીમ રનર્સ અપ રહી

 (દમણગંગા ટાઈમ્સ)

બીલીમોરા, તા.૨૭  ઃ બીલીમોરા કેથોલિક સમાજ યુથ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ જેજે મહેતા ક્રિકેટ મેદાન ઉપર રમાઈ હતી. જેમાં નવસારીની ટીમ ચેમ્પિયન અને વાપી ની ટીમ રનર્સ અપ રહી હતી.

બીલીમોરા કેથોલિક સમાજ યુથ દ્રારા જેજે મહેતા શાળા ક્રિકેટ મેદાન ક્રિકેટ ટુર્નામેન્ટ માં દમણ, વાપી, વલસાડ, નવસારી, વ્યારા, સુરત અને બીલીમોરા મળી કુલ ૭ ટીમો ઍ ભાગ લીધો હતો. જેમાં નવસારીની ટીમ ચેમ્પિયન અને વાપી ની ટીમ રનર્સ અપ રહી હતી. બંને ટીમો ને ટ્રોફી અને રોકડ પુરસ્કાર ઍનાયત કરાયા હતા. ટુર્નામેન્ટ ની ટ્રોફી ધર્મેશભાઈ નાયક ઍ સ્પોન્સર કરી હતી. બીલીમોરા કેથોલિક સમાજ યુથ, મિત્ર મંડળ તેમજ પેરીસ કાઉન્સિલ મેમ્બર માઇક રિબેલો ઍ વ્યવસ્થા ઓ સંભાળી હતી. સમાજ નાં મુખ્ય પ્રિસ્ટ ફાધર રોબર્ટ મચ્છાડો નાં માર્ગદર્શન હેઠળ સફળ આયોજન રહ્નાં હતું. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા યુવાનો ઍક મંચ ઉપર ભેગા થયા હતા.