Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ગણદેવી - બીલીમોરા વિસ્તારમાં ૩ અઠવાડિયા બાદ ફરી માવઠું

ગણદેવી - બીલીમોરા વિસ્તારમાં ૩ અઠવાડિયા બાદ ફરી માવઠું

 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૨૮ ઃ  ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં ત્રણ અઠવાડિયા બાદ તેજ ગતિ થી સોમવાર ની મોડી રાત્રે આવેલા ભારે પવન સાથે વાવાઝોડા અને માવઠા ઍ મોટુ નુકસાન વેર્યું છે. મોડી રાત થી સવાર સુધી ઍક ઇંચ વરસાદ પડતા ભીષણ ગરમીમાંથી લોકોઍ રાહત અનુભવી હતી.

સોમવારે મોડી રાત્રે વાદળો ની ગર્જના અને ભારે પવન સાથે ફરી પાછો કમોસમી વરસાદ નુ આગમન થયું હતું.સોમવાર દિવસ દરમિયાન અસહ્ના ઉકળાટ અને પડેલી વિચિત્ર ગરમી પછી મોડી રાત્રે વરસાદ તૂટી પડતા ઠંડક -સરી ગઈ હતી.ત્રણ અઠવાડિયા અગાઉ આવેલા માવઠા અને કમોસમી વરસાદ થી બીલીમોરા રેલ્વે અંડરગ્રાઉન્ડ મા પાણી ભરાયા હતા જેનો હજી સુધી નિકાલ થયો નથી, તેવામાં ફરી સોમવારે મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે પાણીમાં વધારો કર્યો છે.ભારે પવન સાથે પડેલા વરસાદ ને કારણે બીલીમોરા ની શાંતિનિકેતન સોસાયટી ના બંધ ઘર પર લીમડા નુ વૃક્ષ પડ્યું હતું. જોકે ઘર બંધ હોવાથી જાનહાની તળી છે. પાલીકા ઍ પડેલા વૃક્ષ ને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તે સાથે ગણદેવી તાલુકાના દેસાડ ગામે ગિરીશ અરવિંદ નાયકા, ભીખુ નાગર નાયકા અને વિનોદ સુકા હળપતિના મકાનના પતરા ઉડી ગયા હતા. તેવીજ રીતે બીલીમોરા પાસેના ભાટ ગામના ઉપેન જયંતીભાઈ ટંડેલ અને ગૌરીબેન મગનભાઈ ટંડનના પણ ઘરના પતરા ઉડી ગયા હતા. ગણદેવી તાલુકામાં ત્રણ અઠવાડિયા પહેલા પડેલા વરસાદ મા  ફરી ઍકવાર વધારો થતા ૧ ઇંચ વરસાદ પડ્યો હતો. તે સાથે તાલુકામાં કુલ્લે ૯૨ ઍમઍમ ઍટલે કે ૩.૮૮ ઇંચ કમોસમી વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે.