Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

બગવાડા ટોલનાકાથી ક્રૂરતા પૂર્વક વહન કરી જતા બકરા ભરેલી ટ્રક ઝડપાઈ

બગવાડા ટોલનાકાથી ક્રૂરતા પૂર્વક વહન કરી જતા બકરા ભરેલી ટ્રક ઝડપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૭ ઃ પારડી પોલીસે પારડી તાલુકાના બગવાડા ટોલનાકા પાસે ટેલિફોનીક વર્ધીના આધારે વોચ ગોઠવી  ગેરકાયદેસર ક્રૂરતા પૂર્વક વહન કરી જવાતા બકરા ભરેલ ટ્રક અને તેનું પાયલોટિંગ કરતી કિયા કાર જ કરી આઠ આરોપીની ધરપકડ કરી છે પારડી પોલીસને વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી બાતમી મળી હતી કે ઍક ટ્રકનંબર.ઞ્થ્-૦૮-ખ્શ્-૨૫૩૬ ની ગેરકાયદેસર રીતે બકરા ભરી બગવાડા ટોલનાકા પાસેથી પસાર થનાર છે. જે ટ્રકની આગળ ઍક ક્રિયા કાર નંબર-ઞ્થ્-૧૬-ઝ઼ઘ્-૯૩૨૫ નીમા બે ઇસમ પાયલોટીંગ કરી રહેલ છે. આ બાતમીના આધારે પોલીસ બગવાડા ટોલનાકા પાસે પહોંચી હતી ત્યાં બાતમી આપનાર ગુજરાત પ્રાણી કલ્યાણ કારોબારીના ચેરમેન રાજેશભાઇ હસ્તીમલ શાહ સહિત ત્રણ સભ્યો હાજર હોય તેમને સાથે રાખી વોચ ગોઠવી હતી દરમિયાન  પાયલોટીંગ વાળી સફેદ કલરની કિયા કાર નંબર- ઞ્થ્-૧૬-ઝ઼ઘ્-૯૩૨૫ ની આવતી હોય જે બાતમી હકિકત વાળી કાર હોય તેને લાકડી તથા બેટરી ટોર્ચના અજવાળે ઉભી રાખવાઇશારો કરતા તેના ચાલકે કાર ઉભી રાખી હતી તેમાં બેઠેલા બે ઈસમોને પકડી લીધા હતા તે દરમ્યાન બાતમી હકિકતવાળી ટ્રક નંબર.ઞ્થ્-૦૮-ખ્શ્-૨૫૩૬ આવતી હોય જે ટ્રક ઉભી રખાવવા ઇશારો કરતા ટ્રક ચાલકે પોતાની ટ્રક પુરઝડપે હંકારી મુકેલ પરંતુ તેની આગળ વાહન ચાલતુ હોય ઍકાઍક બ્રેક મારી ટ્રક ઉભી રાખી દિધેલ જેથી પો.સ.ઇ. ડિ.ઍલ.વસાવા સાથે  પોલીસના માણસો તુરત જ દોડી જઇ ટ્રક ચાલક તથા અંદર બેસેલા અન્ય ચાર ઇસમોને પકડી ટ્રેકની તાડપત્રી ખોલી જોતા અંદર અત્યંત ક્રૂરતા પૂર્વક ભરેલા ૫૩ બકરા મળી આવ્યા હતા. તેના માટે ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા નહતી. આ બકરા વહન માટે ઝડપાયેલા ઈસમો પાસે પાસ પરમિટ માંગતા તે રજૂ કરી શક્યા ન હોય આરોપી નામે ટ્રક ચાલક-સોયેલખાન ભીખેખાન બલોચ, ઇકબાલખાન બીજરખાન બલોચ, શંકરભાઇ મનજીભાઇ કંકોળીયા, રોહિતભાઇ રાયચંદભાઈ કંકોળીયા,  નરેશભાઇ અમૃતભાઈ કંકોળીયા, કિરણભાઇ પ્રકાશભાઈ કંકોળીયા,  પાયલોટીંગ કરનાર કિયા કારનો ચાલક-ઇમરાન ઇકબાલ સોલંકી તથા પાયલોટીંગ કરનાર કિયા કારમાં બેસેલ બકરા માલિક - રાયચંદભાઇ ધુમાભાઇ કંકોળીયાની ધરપકડ કરી હતી.