પારડી હાઈવે પર ગટરના ઢાંકણા ખુલ્લા રહેતા લોકોમાં હાલાકી
- byDamanganga Times
- 28 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ પારડીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ ના મુખ્ય બજાર ચાર રસ્તા બ્રિજની છે આવેલ વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ લાઇન ફાટી ગઈ છે જે નવી રાખવાની જરૂર છે તો બીજી તરફ હાઈવે ના બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ગટરના ઢાંકણા ખુલ્લા છે જે ઢાંકણા નવા મૂકવાની જરૂર છે બ્રિજ નીચે લાંબા સમયથી વરસાદી પાણીને નિકાલ માટે બનાવવામાં આવેલ પાઇપલાઇન ફાટી ગઈ છે જેના કારણે વરસાદ દરમિયાન વરસાદી પાણી લીકેજ થાય છે અને બ્રિજના નીચે પડે છે જેથી બ્રિજના નીચેથી પ્રસાર થતાં વાહન ચાલકો ચોમાસા દરમિયાન હેરાન થતા હોય છે અને અકસ્માત થવાના બનાવની સંભાવના રહે છે જેથી હાલમાં ચોમાસાની સિઝન આવનાર હોય તો આપ પાઇપલાઇન રીપેર કરવામાં આવે અને પાણીનો ચોક્કસ નિકાલ થાય ઍ ખૂબ જ જરૂરી છે તો બીજી તરફ છ માર્ગીય બ્રિજના વચ્ચેના ભાગમાં મૂકવામાં આવેલ ગેપ માં મુકવામાં આવેલ પેકિંગ ખુલી ગઈ છે. જેના કારણે વચ્ચેથી વરસાદી પાણી પડે છે પથ્થર પડે છે જે ગેપ પુરવાની જરૂર છે વળી પારડી પંથકમાં આવેલ હાઇવેના બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોના ઢાંકણા લાંબા સમયથી ખુલ્લા પડ્યા છે જેના કારણે ઘણી વખત પશુઓ પડી જવાના બનાવ પણ બન્યા છે જેથી ઢાંકણા પુરવાની જરૂર છે ચોમાસા દરમિયાન અકસ્માતના બને ઍની કાળજી હાઇવે તંત્રઍ રાખવાની જરૂર છે અને હાલમાં ચોમાસાની કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી ચોમાસા દરમિયાન લોકોને હેરાનગતિના પડે ઍ ખૂબ જ જરૂરી બની ગયું છે જે દિશામાં હાઈવેના જવાબદાર તત્રે જનતાના હિતમાં ચોક્કસ કામગીરી હાથ પર લેવાની જરૂર છે.