Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

દાનહ વિ-ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે મુરારી લાલ પારીખ નિમાયા

દાનહ વિ-ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે મુરારી લાલ પારીખ નિમાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ બ્રાહ્મણ સમાજના રાષ્ટ્રીય સંગઠન વિ- ફાઉન્ડેશનના દાદરા નગર હવેલીના પ્રદેશ પ્રમુખ તરીકે બ્રાહ્મણ નેતા મુરારી લાલ પારીકની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય પ્રભારી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બી કે દાયમાના માર્ગદર્શન હેઠળ વિ- ફાઉન્ડેશનના તમામ કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ રવિવારે યોજાયેલી કાર્યકર્તાઓની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. મુરારી લાલ પારેકે જણાવ્યું હતું કે તમામ ભાઈઓને ઍક કરીને તેઓ આ વિસ્તારમાં વિ- ફાઉન્ડેશનની સામાજિક ઉત્થાન યોજનાઓને નક્કર આકાર આપવાનો પ્રયાસ કરશે. 

કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ આગામી મહિનામાં રાજ્ય કારોબારીની રચના કરવામાં આવશે.  આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોઍ તેમને પાઘડી અને માળા પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.