મગોદમાં રસ્તામાં વેઠ અંગે ફરિયાદ
- byDamanganga Times
- 28 May, 2025

વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ તાલુકાના મગોદગામે બે ફળિયામાં આશરે રૂ. ૬ લાખના ખર્ચે ડામર રસ્તાનું કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાની વલસાડ કલેકટર માં લેખિત ફરિયાદ કરી છે.
વલસાડ તાલુકાના મગોદ ગામે મહા ફળિયા અને નીલકંઠ ફળિયામાં ડામર રોડ માત્ર નામનો જ રહ્ના છે.
નરસિંમ્હા ઍન્ટરપ્રાઇઝ નામની ઍજન્સીઍ વિસ્તારમાં કરેલા ૬૦૦ થી ૭૦૦ મીટર લંબાવી ધરાવતો આશરે છ લાખ રૂપિયાનો ડામર રસ્તાનું કામ કરવામાં આવી રહ્નાં છે. ઍજન્સી દ્વારા રસ્તા પર માત્ર નાના પથ્થર અને કપચી દેખાય પણ ડામર તો માત્ર નામનો પણ જોવા મળ્યો ન હતો. મગોદગામે નરસિંમ્હા ઍન્ટરપ્રાઇઝ નામની ઍજન્સી ઍ ડામર રસ્તાના કામોમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આજરોજ મગોદ ગામના જાગૃત નાગરિક દીપેશ પટેલ ઍ જિલ્લા કલેકટર, વલસાડ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.