ચીખલી રેફરલના ડો. દક્ષા પટેલ સબ જેલમાં ધકેલાયા
- byDamanganga Times
- 27 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૬ ઃ ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દક્ષાબેન પટેલની રૂપિયા ૧.૬૪ કરોડની સંડોવણીમાં ચીખલી કોર્ટે પાંચ દિવસમાં રિમાન્ડ આપ્યા બાદ આજરોજ રિમાન્ડ પુરા થતા ચીખલી કોર્ટમાં રજૂ કરાતા જામીન ના મંજુર થતાં ડોક્ટર દક્ષાબેન પટેલ ને નવસારી સબ જેલમાં જવાનો વારો આવ્યો છે.
ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં આઉટર્સોસિંગ કર્મચારી સતીશ ભોયા તથા હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દક્ષાબેન પટેલ દ્વારા ખોટા વિલો રજૂ કરી રૂ. ૧.૬૪ કરોડની કરેલ ઉંચાપતના ગુનામાં હોસ્પિટલના અધિક્ષક ડો. દક્ષાબેન પટેલને ચીખલી પોલીસે ગાંધીનગરથી ધરપકડ કરી હતી અને ચીખલી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે બનાવની ગંભીરતા જોઈ તારીખ ૨૬. ૫. ૨૫ સુધીના રિમાન્ડ આપ્યા હતાં.
જો કે ચીખલી પોલીસને રિમાન્ડ દરમિયાન કોઈ ચોક્કસ પુરાવા મળી આવ્યા નથી અને ઍક જ રટણ કરતી રહી હતી કે મેં કોઈ પૈસા લીધા નથી ત્યારે પોલીસે ડોક્ટર દક્ષાબેન પટેલ દ્વારા ખોટા બીલો ઉપર કરેલ સહિત વાળા બિલો મેળવવા તજવીજ હાથ ધરી છે.
જ્યારે હોસ્પિટલના અધિક્ષક ડો. દક્ષાબેન પટેલના રિમાન્ડ પુરા થતા કોર્ટમાંથી જામીન ન મળતા આખરે નવસારી સબ જેલમાં મોકલી દેવામાં આવી છે.