રોહીણા ગ્રા.પં. કચેરીમાં હવન યજ્ઞ યોજાયો ઃ વૃક્ષારોપણ કરાયું
- byDamanganga Times
- 27 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૬ ઃ પારડીતાલુકાના રોહિણા ગ્રામ પંચાયત કચેરી ખાતે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો રોહિણા ગ્રામ પંચાયત કચેરીમાં આજરોજ સત્યનારાયણ ભગવાનની કથા અને હવન યજ્ઞ માં સરપંચ રવિન્દ્ર પટેલ અને તેમના પત્ની પૂજામાં બેઠા હતા. ભૂદેવના મંત્રો ચાર સાથે સવારે પૂજા અર્ચના કરી ગામમાં વિકાસના કામોમાં કોઈ અડચણ ન ઊભી થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કથા હવન કરવાથી કોઈપણ વિઘ્ન નષ્ટ થાય છે. ત્યારે ગામમાં વિકાસના કામોમાં પણ કોઈ વિઘ્ન ન નડે તે માટે આજે હવન કરવામાં આવ્યો છે. આ સાથે મોદીજીનું સ્વપ્ન વૃક્ષો વાવો હરિયાળી લાવો જેના આધારે ગ્રામ પંચાયત ખાતે ૮૦૦ જેટલા વૃક્ષોનો રોપણ કરવામાં આવ્યું છે. મારું ગામ મારી ગ્રામ પંચાયત ના સૂત્ર સાથે સરપંચે ગામના લોકોનો સહયોગ થી ગામમાં વિકાસના કામો આગળ વધી રહ્ના છે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સરપંચ રવીન્દ્ર પટેલ, સભ્ય નીલાબેન, શૈલેષભાઈ, શીતલબેન, મનિષાબેન, તલાટી કમ મંત્રી તેમજ ગ્રામજનો હાજર રહ્ના હતા.