Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ભંગાર સપ્લાયર્સના ઍરિયામાં મહાનગરપાલિકાની જેમ તોડફોડ ક્યારે ?

ભંગાર સપ્લાયર્સના ઍરિયામાં મહાનગરપાલિકાની જેમ તોડફોડ ક્યારે ?

આસપાસ

- ગિરિશ પટેલ, વાપી

રામલાલ અને શ્યામલાલ રાબેતા મુજબ વહેલી સવારે ઉઠીને ચાલવા નીકળ્યા અને વાતો કરવા માંડ્યા

રામલાલ - ગામમાં શું નવાજૂની ચાલે છે, મારા ભઈ ?

શ્યામલાલ - કાયદેસરની તોડફોડ 

રામલાલ - હે ?? તોડફોડ કરીને લોકો તો કાયદો તોડે

શ્યામલાલ - આમાં ફાયદો છે. ભંગારના ગેરકાયદેસરના ગોડાઉનોને વાપી મહાનગરપાલિકાઍ નોટીસ આપી હતી અને ઍના અનુસંધાને કાયદેસરના કાગળો વાપી મહાનગરપાલિકામાં જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી. 

રામલાલ - તે જરુરી પરમિશન મેળવેલ હોય ઍ બધા કાગળો જમા કરાવવામાં વાંધો શું ? 

શ્યામલાલ - હોય તો આપે ને ? બધું હોય તો પણ છેવટે પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પરવાનગી મોટાભાગે હોતી જ નથી. 

રામલાલ - પોલ્યુશન તો પેપરમિલવાળા અને કેમિકલ ફેક્ટરીઓના માલિકો કરતાં હોય છે. 

શ્યામલાલ - તે તો બધા બધી પરમિશનો લઈને જ બેઠા હોય છે. તપાસ આવે તો ઍમને મેનેજ કરતા પણ આવડતું હોય છે. 

રામલાલ - ઓહ ! ઍટલે જરૂરી પરમિશન નહીં લીધેલી હોય અને ઍટલે કાયદેસર કાગળો રજૂ કરવામાં નિષ્ફળ ગયા હોય તો ઍમના ગોડાઉનો ભંગારમાં ફેરવાઈ જશે. 

શ્યામલાલ - ગામમાં ભંગારના ગોડાઉનો જ ભંગારમાં ફેરવાઈ ગયા, મોરાઈથી ડુંગરા સુધી જેસીબીઓ ફરે છે. ફૂલ પોલીસ પ્રોટેક્શનમાં. 

રામલાલ - તો કોઈ પણ જગ્યાઍ કાયદેસરના કાગળો હવેથી જોઈશે જ ?

શ્યામલાલ - જો ભઈ ! બાંધકામ માટેની પરમિશન તો દરેક જગ્યાઍ જોઈઍ જ ! ઘણાં કાયદેસરની પરમિશન સિવાયનું વધારાનું બાંધકામ પણ કરી નાખે છે. 

રામલાલ - ઍ તો ખોટું કહેવાય ! 

શ્યામલાલ - ખોટું કરનારાઓ નો રાફડો ફાટ્યો હોય ત્યારે કોણ કોણ કોની સામે આંગળી ચીંધે !! 

રામલાલ - રાફડો ફાટ્યો ? ઍવો તે કેવો રાફડો ફાટ્યો ?? 

શ્યામલાલ - લો, મોટી મોટી ફેક્ટરીમાં દિવાલોને અડીને ચણતર ઠોકી નાખ્યું છે. પાછળની દિવાલને અડીને રૂમો બાંધીને ઘણી ફેક્ટરીઓઍ ગેરકાયદેસર બાંધકામો કરેલા જ છે. 

રામલાલ - ઍ તો ખોટું કહેવાય ! ગેરકાયદેસર બાંધકામ તો ઍ પણ કહેવાય. 

શ્યામલાલ - ઍ જ ફેક્ટરીઓના માલિકો પોતાના બંગલાઓમાં પણ આજ રીતે નોકરોની ઓરડીઓ તાણી બાંધે છે. 

રામલાલ - તો તો ઍ પણ ગેરકાયદેસર કહેવાય ને !

શ્યામલાલ - મોટા મોટા બંગલામાં જમીનતો વધારે જ હોય છે. પરંતુ બંગલાની બહાર ઉંચા ઉંચા ઓટલાઓનો ઢાળ ઉતારીને ફુટપાથ ખાઈ જાય છે. 

રામલાલ - તે રાહદારીઓને તકલીફ પડે ને ! 

શ્યામલાલ - તે પડે જ ને ! રોડની બન્ને બાજુ રસ્તે ચાલનારા માટે સીધા ફુટપાથો બનાવવામાં આવે છે. પહોળો રસ્તો હોય તો રાહદારીઓ માટે રસ્તાના છેડા પર ચાલવામાં સારું પડે, પરંતુ બંગલાના ગેટમાંથી ઉતરતો ઢાળ આખો ફૂટપાથ ગળી જાય છે. 

રામલાલ - તે ઍડજસ્ટમેન્ટ તો બંગલાની અંદર પણ થઈ જ શકે ને ? બંગલા અંદરથી ઉતરતો ઢાળ રસ્તાના લેવલે જ બહાર આવવો જોઈઍ. 

શ્યામલાલ - ગામના ધણી હોવાના ભ્રમમાં રાચતા બંગલાના માલિકો ફુટપાથ પોતાની માલિકીનો સમજતા હોય છે. 

રામલાલ - કેવું વિચિત્ર કહેવાય. બધે સાઈડનો રસ્તો સીધો જતો હોય અને બંગલા આગળ ઍકદમ ઉંચો ઢોળાવ આવી જાય. 

શ્યામલાલ - અને ઍ બધું બધાને નજરે દેખાય છે, પણ ગામના વાઘોને કોણ કહેવા જાય કે તારૂ મોં ગંધાય છે ? 

રામલાલ - ઘણા બંગલાની બહાર ગ્રીનરીના ફુલઝાડ રોપી અને ઘણી ફેક્ટરીઓ બહાર પણ ગ્રીનરીને નામે ફેન્સિંગ કરવામાં આવ્યું છે. 

શ્યામલાલ - તે લીલોતરી ઍમની દિવાલોની અંદર જ કરવાની હોય. દિવાલની બહાર ઍકપણ ઈંચ બહાર કામ કરો ઍ ગેરકાયદેસર જ કહેવાય. 

રામલાલ - તે ઍમતો ઘણા શોપિંગ સેન્ટરો આગળ ફુટપાથો જ ઓગળી ગઈ હોય ઍમ રસ્તા સુધી આખો ઢાળ બનાવી દેવાયો છે. 

શ્યામલાલ - તે તો સદંતર ખોટું કહેવાય. જાહેર રસ્તાઓ પર હજારો લોકોની નજર પડે થતાં નફફટ થઈને ફૂટપાથ ગળી જવો ઍ તો નફફટાઈની પણ હદ કહેવાય. 

રામલાલ - તે આ બધા ગેરકાયદેસર બાંધકામો પર હથોડા ક્યારે ઝીંકશે ? બુલડોઝર ક્યારે ફરશે ? જેસીબીઓ ક્યારે ઍમનો કાટમાળ ઉઠાવી ઍમના જ કમ્પાઉન્ડમાં નાખશે ? 

શ્યામલાલ - જો ભઈ ! વાપી મહાનગરપાલિકાને આઈઍઍસ ઓફિસર તરીકે ફરજ બજાવતા સક્ષમ અધિકારી મળ્યા છે. સાંકડા રસ્તાઓનું વિસ્તરણ અને સિમેન્ટના રસ્તાઓ બનાવવાની ઝડપ ઍમની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા દર્શાવી રહી છે. ભંગારના ગેરકાયદેસર ગોડાઉનોમાં ઍમની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં પોલીસખાતાનો મજબૂત સ્ટાફ ખડેપગે ઉભો રહે છે. 

રામલાલ - તે આ બધી ટીમ ફેક્ટરીઓ અને બંગલાઓ તેમજ કોમર્શિયલ શોપિંગ સેન્ટરોમાં ક્યારે ગેરકાયદેસર બાંધકામ હટાવશે ? 

શ્યામલાલ - આ બધું વાપી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતું નથી, ઍટલે ગેરકાયદેસર બાંધકામો કરનારા બેફામ બન્યા છે, પરંતુ ઍકદિવસ ઍમનો વારો પણ આવશે. અમદાવાદમાં ચંડોળા તળાવના બાંધકામનો વારો નિકળ્યો જ ને ! રસ્તા પરના ગેરકાયદેસર તાણી બાંધેલા અને નડતરરૂપ ધર્મસ્થાનો પણ હવે કડક હાથે દુર કરવામાં આવી રહ્ના છે. સમજાવટથી સ્વૈચ્છિક રીતે પણ લોકો ઍ બધું દુર કરી રહ્ના છે. 

રામલાલ - સિંદૂર સિંદૂર કહીને દેશપ્રેમની વાતો કરતા માંધાતાઓઍ પોતાની આસપાસની મધમાખીઓના ઝુંડને જ ખંખેરીને ગરીબ અને મધ્યમવર્ગીય મતદારોની દુર્દશા જોવાની જરૂર છે. 

શ્યામલાલ - કેલ્ક્યુલેટરમાં સમાય નહીં અને મગજમાં સમજાય નહીં ઍવા હજાર લાખ કરોડની યોજનાઓની સભાઓમાં જાહેરાતો કરવા કરતાં રસ્તે ચાલતા રાહદારીઓની વ્યથા જોઈને ઍમને પણ સુવિધાઓ મળી રહે ઍવી જડબેસલાક સિસ્ટમ ગોઠવવામાં જ દેશ બદલાશે, બાકી મધમાખીઓના ઝુંડને જ લાભો મળતા રહેશે તે પણ ગેરકાયદેસર માર્ગે જ ! 

રામલાલ - આ ભંગારના ગેરકાયદેસર ગોડાઉનો તોડવા માંડયા છે, તે ગેરકાયદે ગોડાઉનોમાં ભંગાર આવે છે કે ક્યાંથી ??