Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

પાલિકાઍ ગટર સફાઈનો રૂ. ૫૦ લાખનો કોન્ટ્રાક આપવા છતાં વલસાડમાં મોટાભાગની ગટર લાઈનની સફાઈ આજે પણ બાકી

પાલિકાઍ ગટર સફાઈનો રૂ. ૫૦ લાખનો કોન્ટ્રાક આપવા છતાં વલસાડમાં મોટાભાગની ગટર લાઈનની સફાઈ આજે પણ બાકી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા  ડ્રેનેજ લાઈન ની સફાઈનો કોન્ટ્રાક્ટ ઍક સુરતની ઍક ઍજન્સીને આપવા છતાં આજે પણ  ગટર લાઈનની સફાઈ  નહીં થતા આગામી ચોમાસોમાં વલસાડી શહેરીજનોને  વરસાદી પાણીની  સાથે ગટરનું ગંદુ   પાણી સમગ્ર શહેરમાં  ફેલાય તો નવાઈની વાત નથી .  શહેરની મોટાભાગની   ગટરોની સાફ-સફાઈ આજે પણ બાકી હોવાની પાલિકાના સભ્યોમાં બૂમરાણ ઉઠવા પામી છે.

 ચોમાસા વરસાદી પાણીની સાથે કચરો જમા નહીં થાય અને  ગટરનું ગંદુ પાણી  શહેરીજનો કે વિસ્તારમાં નહીં ફેલાયે તેની તકેદારીના ભાગરૂપે ઍક મહિના અગાઉ   શહેરની તમામ ગટરોની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ ચોમાસા દરમિયાન નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી  કરવામાં આવે છે.   વલસાડ નગરપાલિકા અન્ય વિસ્તારમાં આવેલી નાની મોટી ડ્રેનેજ, ખુલ્લી કે બંધ ગટર લાઈન ની સાફ-સફાઈ કરવા માટે  દર વર્ષે લાખ રૂપિયા નો  કોન્ટ્રાક આપવામાં આવે છે તેમ છતાં  શહેરી વિસ્તારની ગટરોની સાફ-સફાઈ થતી નથી. ત્યારે આ વર્ષે પણ વલસાડ નગરપાલિકા દ્વારા  ચોમાસા અગાઉ પ્રિમોન્સૂન કામગીરી હેઠળ  શહેરમાંથી પસાર થતી તમામ નાની મોટી ગટરોની સફાઈ કરવાનો ૫૦ લાખનો કોન્ટ્રાક્ટ સુરતની ઍજન્સીને આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ  વરસાદ પડતા શહેર માંથી પસાર થતી ગટરો ની સફાઈ થઈ કે નહિ થઈ તેની હાલમાં પડેલા કમોસમી વરસાદ ઍ જોવા મળ્યું છે. શહેરની ગટરની સફાઈ કરવાનો લાખો રૂપિયાનો સુરતની ઍક ઍજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેમ છતાં આજે પણ વિસ્તારની કેટલીક ગટરોની  સાફ-સફાઈ નહીં થતા આગામી ચોમાસામાં વલસાડી શહેરીજનોને  વરસાદી પાણીની સાથે ગંદુ ગટરિયું પાણી  સમગ્ર શહેરમાં ફેલાય તો નવાઈની વાત નથી. જોકે આજે પણ વલસાડ શહેરની કેટલીક ગટરોની સાફ-સફાઈ બાકી હોવાની પાલિકાના સભ્યોમાં બૂમરાણ ઉઠવા પામી છે.