સંજાણ-ભીલાડ સર્વિસ રોડ પાસેની દિવાલનાં કામમાં જૂની ઈંટો વાપરી ઃ તંત્રઍ દિવાલ તોડી પાડી
- byDamanganga Times
- 01 March, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૮ ઃ ઉમરગામ તાલુકો વિકાસની હરણફાળ ભરી રહ્નાં છે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત કરોડો રૂપિયાના વિકાસ કામો ઉમરગામ તાલુકામાં વિવિધ વિભાગોમાં થઈ રહ્ના છે ઉમરગામના લોકલાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકર હર હંમેશ વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે નિર્માણ કાર્યમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે જે તે વિસ્તારના આગેવાનોને સતર્ક રહેવા ટકોર કરતા હોય છે પરંતુ સંજાણમાં સ્થાનિક આગેવાનો ઊંઘતા ઝડપાયા હતા સંજાણ નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજ નીચેથી પસાર થતાં સર્વિસ રોડને અડીને કંપાઉન્ડવોલ દિવાલના નિર્માણની કામગીરી ચાલી રહી છે જેમાં જૂની ઈંટો ન ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા ભારે ઉભાપો થયો હતો. કામગીરીમાં વેઠ ઉતારતા હોવાની જાણ થતા તંત્રના અધિકારીઍ તાત્કાલિક જેસીબીથી દિવાલ તોડી પાડવા જણાવ્યું હતું. અધિકારીની સુચના બાદ કંપાઉન્ડવોલની દિવાલ તોડી પડાઈ હતી. ઉમરગામ તાલુકામાં વિકાસ કામોમાં વેઠ ઉતારાતી હોવાની અનેક ફરિયાદો અગાઉ પણ થઈ છે તેમ છતાં ઍજન્સી દ્વારા નિયમોની ઍસીતેસી કરી વિકાસ કામોમાં વેઠ ઉતારાય છે સોળસુંબા નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજ નીચે સર્વિસ રોડ અને ડ્રેનેજ તેનું ઉદાહરણ છે વારંવાર નોંધ લેવા છતાં તંત્રના અધિકારીઓ તે દિશામાં કોઈ નક્કર કામગીરી કરી રહ્ના નથી ધારાસભ્ય રમણભાઈ પાટકર કે જેઓઍ દિવાળી બાદ સર્વિસ રોડની કામગીરી શરૂ થશે તેમ જણાવ્યું હતું પણ આજ દિન સુધી કામગીરી ન થતા લોકોમાં વ્યાપક નારાજગી છે. વિકાસ કામોમાં ગુણવત્તા સંદર્ભે બાંધછોડ ન થાય તેમ જ નિર્ધારિત સમયમાં ટેન્ડરમાં કરેલ ઉલ્લેખ મુજબ વિકાસ કાર્યો પૂર્ણ થાય તે બાબતે તંત્રના અધિકારીઓ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની સહિયારી જવાબદારી છે.