ચીખલીના શિયાદામાં ગ્રા.પં. ભવનમાં વેઠ ઃ ગ્રામજનોમાં રોષ
- byDamanganga Times
- 01 March, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૮ઃ ચીખલી તાલુકાના શિયાદા ગામે અધ્યતન પંચાયત ભવનના બાંધકામમાં કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે પ્રજા પંચાયત ભવનની સુવિધાથી વંચિત.
ચીખલી તાલુકાના શિયાદા ગામે સરકારની નરેગા યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા ૧૬ લાખના ખર્ચે અધ્યતન પંચાયત ભવન તૈયાર કરવામાં આવી રહ્નાં છે પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે કે અન્ય કોઈ કારણોસર ૨૦ માસ બાદ પણ આ પંચાયત ભવનની કામગીરી પૂર્ણ થવા પામી નથી જેના કારણે શ્યાદા ગામની પ્રજા પંચાયત ભવનની સુવિધાથી વંચિત રહેવા પામી છે સરકાર ઍક તરફ પ્રજાને સુવિધા આપવા માટે તત્પર છે પરંતુ અધિકારીઓ કે કર્મચારીઓની દેખરેખ ના અભાવના કારણે તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વિકાસ અને સુવિધાના કામો સમયસર પૂર્ણ થતા નથી શિયાદા ગામે બંધાઈ રહેલા પંચાયત ભવન તૈયાર થાય તે પહેલા જ ખંડેર જેવી હાલત થઈ જવા પામી છે.
ચીખલી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ, ગટરો આવાસો તેમજ અન્ય બાંધકામોમાં ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્ના છે વિકાસના કામો ગુણવત્તાના આધારે નહીં પરંતુ ખુસામત કરનારાઓને અપાતા હોવાની ચર્ચા લોકમુખે સાંભળવા મળી રહી છે ચીખલી તાલુકામાં નરેગા તેમજ તાલુકા પંચાયત દ્વારા સોંપવામાં આવેલા કામોની ચકાસણી રાજ્યના વિજિલન્સ વિભાગ દ્વારા કરવામાં આવે તો ઘણા ચોકાવનારા કૌભાંડો બહાર આવે તેમ છે.
ચીખલી તાલુકા પંચાયત કચેરી દ્વારા અપાતા વિકાસના કામોમાં પણ કામની ગુણવત્તા જાળવનારા કોન્ટ્રાક્ટરોને બદલે કેટલાક ચોક્કસ વ્યક્તિઓને વિકાસના કામોના કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્ના છે અધિકારીઓ રાજકીય દબાણને વશ થઈને વિકાસના કામોની ફાળવણી કરતા હોય છે કામની ગુણવત્તાને ધ્યાનમાં લેવામાં આવતી નથી જેઓની પાસે તગારા પાવડા જેવા સાધનો પણ નથી તેવી વ્યક્તિઓ કોન્ટ્રાક્ટરનું લેબલ ધરાવી રહ્ના છે ચીખલી તાલુકામાં ગુણવત્તા સભર કામ કરનારા કોન્ટ્રાક્ટરો કેટલા? તેમજ રજીસ્ટ્રેશન ધરાવતા કોન્ટ્રાક્ટરો કેટલા? ઍ બાબતે જો તપાસ કરવામાં આવે તો કેટલીક ઍજન્સીઓ રદ થાય તેમ છે.