Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વલસાડની પરણિતાના મોર્ફ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં જમાઈ સામે ફરિયાદ

વલસાડની પરણિતાના મોર્ફ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં જમાઈ સામે ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૮ઃ વાપીમાં રહેતા મરાઠી પરિવારની દીકરીના દોઢ વર્ષ અગાઉ લગ્ન થયા બાદ સાસરીમાં ઘરકામ બાબતે અવારનવાર  ઝઘડા કરી કાઢી મૂક્યા બાદ પિયર રહેતી પત્નીને  વાપીમાં રહેતા જમાઈઍ બદનામ કરવા માટે ફોટા મોર્ફ કર્યા બાદ  વિભત્સ ફોટા મોકલાવી વાયરલ કરી સમાજમાં બદનામ  કરવાની ધમકી આપતા જમાઈ સામે વલસાડ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવા પામી છે.  

વાપી નજીક આવેલી છીરી ગામે આવેલા ઍક ઍપાર્ટમેન્ટમાં ગોપીનાથ ગંગારામ ગાયકવાડ રહે છે. ગોપીનાથની દીકરીના ૨૦૨૩ માં વાપી છીરી વિસ્તારમાં રહેતા સુરજ સંતોષ   કુરાડે સાથે થયા હતા. લગ્નના થોડા મહિના બાદ ઘરના કામકાજ જેવી નાની નાની બાબતોમાં ઝઘડા જમાઈ સુરજ કરતો હતો. દીકરી   સાથે વારંવાર ઝઘડો કરી   ઘરમાંથી જમાઈઍ કાઢી મૂકી હતી. જે બાદ વાપી પિયરમાં રહેતી પત્નીને બદનામ કરવાના ઈરાદાથી  તેના ભાઈના નામે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ  આઈડી  બનાવી હતી અને તેની પત્નીના ફોટા અને  મોર્ફ કરેલ ન્યુડ ફોટો તથા અન્ય બિભત્સ ફોટા વાપીમાં રહેતા ભાણેજના ઇન્સ્ટાગ્રામ આઇડી જીકે અડસ્કોસ ઉપર મોકલાવી તેમજ તહોના વ્હોટસઍપન ઉપરથી તેના પિતાના  વ્હોટસઍપ તથા ભાણેજના વ્હોટસઍપ પર તેમજ ફરીયાદીના સાળા ના વ્હોટસઍપ ઉપર ફરીયાદીની દિકરીના મોર્ફ કરેલા ન્યુડ ફોટો બનાવી તથા અન્ય બીભત્સ ફોટો અવા૨ નવાર મોકલાવી વાયરલ કરી તેમજ સમાજમા બદનામ કરવાની ધમકીભર્યો મેસેજો કરી સમાજમાં  બદનામ કરતા તેમણે   જમાઈ સુરજ સંતોશ કુરાડે વિરૂધ્ધ ડુંગરા પોલીસ સ્ટેશન મા ફરિયાદ આપેલી છે. જે બાદ પણ જમાઈ સુરજ  સામે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વલસાડ માં  અરજી આપેલ હતી. પરંતુ થોડા સમય બાદ ઉપરોક્ત બંન્ને ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બંધ થઈ ગયા અને ત્યારબાદ અન્ય કોઈ મોર્ફ કરેલો ફોટો કે બિભત્સ મેસેજ કરતા ન હતા જેથી કોઈ કાર્યવાહી કરી ન હતી.પરંતુ ત્યારબાદ તા. ૨૯/૧૧/૨૦૨૪ ના રોજ વોટ્સઍપ  ઉપરથી ફરિયાદી  વોટસઍપ  ઉપર મારી દિકરી  વિશેના બીભત્સ તથા સમાજ મા બદનામ કરવાની ધમકી ભર્યા મેસેજ આવવા લાગેલ અને થોડા સમય પછી ડીલીટ પણ થઇ જતા હતા.

 દિકરી ના  મોર્ફ કરેલા ન્યુડ ફોટા બનાવી તથા અન્ય બીભત્સ ફોટા અવાર-નવાર મોક્લાવી વાયરલ કરી તેમજ સમાજમા બદનામ કરવાની ધમકીભર્યા મેસેજો કરી મારી દિકરી બદનામ કરતા   જમાઈ સુરજ સંતોશ કુરાડે વિરુદ્ધ વલસાડ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.