ધરમપુરમાં ચૂંટણી પ્રચારના વેરમાં હુમલો
- byDamanganga Times
- 01 March, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર,તા.૨૮ઃ ધરમપુર પોલીસ મથકે કશ્યપ દસોંદીઍ કરેલ ફરિયાદ અનુસાર માલનપાડા બાવરી ફળિયા જતા રોડ પર ટ્રક દ્વારા ઈલેક્ટ્રીક થાંભલો તૂટી જતા ત્યાં જોવા માટે ગયા બાદ ત્યાં ઉપસ્થિત જયલેશ માહલા રહે. ધોબીધોવાણ ધરમપુરના કહેવા લાગેલ કે તુ ભાજપનો બો પ્રચાર કરતો હતો તેમ કહી જયલેશ તથા સંદીપ ભાણાભાઈ જાદવ, પાર્થ ઉર્ફે લાલુ અનિલ જાદવનાઓ ગમે તેવી ગાળો બોલી ઍક અજાણ્યા સ્પેલનડર બાઈકના ચાલાકે ફરિયાદની કશ્યપને પકડી લેતા જયલેશે લોખંડનો પાઇપ વડે માથાના ભાગે મારવા જતાં મોઢા ના ભાગે ઇજાઓ થતા બે દાંત તૂટી હોટ અને દાઢીના ભાગે ટાંકા આવેલ તેમજ સંદીપે લાકડી વડે મારતા શરીરના ભાગે ઈજા પહોંચાડયાની માહિતી પ્રા થઇ હતી ઘટના અંગે આગળની તપાસ ધરમપુર પોલીસે હાથ ધરી છે.