Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વિદ્યાસહાયકની ભરતીમાં વંચિત રહેલા ઉમેદવારોઍ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી

વિદ્યાસહાયકની ભરતીમાં વંચિત રહેલા ઉમેદવારોઍ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૮ઃ વિદ્યાસહાયકની ભરતી માટે ૨૦૦૪મા કરાયેલ જાહેરાત અનુસાર અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની ૪૦્રુ જગ્યા રાખવામાં આવેલ જાહેરાત અનુસાર ઉપરોક્ત કેટેગરીના અરજદારોઍ વલસાડ નવસારી સુરત દાહોદ જિલ્લાના ઉમેદવારો હાજર રહી અરજી કરી હતી જેમાં ધરમપુરના  શેરીમાળ ગામના રાજેશ ધીરુભાઈ રાઉતે  પોતાના ઇમેલ ઍડ્રેસ સાથે ૪૯ જેટલા અરજદારોઍ સહી કરી લેખિત રજૂઆત કરતા દાહોદ ખાતે શિક્ષકની નોકરી માટે ૨૦૦૪મા અરજી કરતાં ઓરીજનલ પ્રમાણપત્રો  શિક્ષણ વિભાગની કચેરીમાં આપવામાં આવેલ ૨૦૦૪માં ૪૦્રુ પૈકી માત્ર ૨૬ ટકા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવેલ ૧૪ ટકા જગ્યા બાકી રહેલ કરાયેલ લેખિત રજૂઆત અનુસાર  ૨૦૦૭/૮/૯ મા  નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કર્યા વગર ભરતી કરેલ હોવાનું લેખિત અરજીમાં ઉલ્લેખ કરાયો છે ભરતી પૂર્ણ થઈ હોવા છતાં દાહોદની કચેરીથી જાણ કરવામાં ન આવેલ તેમજ સર્ટિફિકેટ લઈ જવા બાબતે પણ જાન ન કર્યાથી ૨૦૦૪ થી ૨૦૨૫ સુધીના સમયે ગાળામાં અન્ય જાહેરાતો થી બહાર થયેલ અસલ સર્ટી ન હોવાને કારણે બીજી અન્ય જગ્યાઍ અરજી ન કરી શકેલ ઉપરોક્ત બાબતે ગંભીરતા પૂર્વક ધ્યાનમાં લઇ અરજદારને ન્યાય મળે નમ્ર વિનંતી સાથે  નોકરી વળતર આપો ક્યાં તો અમને ઈચ્છા મૃત્યુ ની પરવાનગી આપો ના  ઉલ્લેખ સાથે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત ગુજરાતના તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો મંત્રીમંડળને લેખિતમાં રજૂઆત કરી છે. જેને લઈને ધરમપુર પોલીસ મથકે રાજેશ રાઉત સહિત અન્ય અરજદારોને બોલાવી નિવેદન લેવાયાની માહિતી પ્રા થવા પામી હતી.