છરવાડાની સોસાયટીના ઇલેક્ટ્રીક પેનલ બોક્સમાંથી અજગર ઉગારાયો
- byDamanganga Times
- 01 March, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી,તા.૨૮ઃ વાપીના છરવાડા ગામે આવેલ ઍક સોસાયટીના ઈલેક્ટ્રીક પેનલ બોક્સમાં ફસાયેલા ૭ ફૂટ લાંબા અજગરને ઉગારાયો હતો.
વાપીના છરવાળા ગામે આવેલ રાજેશ્વરી વિદ્યામંદિરની નજીકની ઍક સોસાયટીના ઈલેક્ટ્રીક પેનલ તેમજ મીટર બોક્સમાં અજગર ફસાઈ જવા પામ્યો હતો જેને સોસાયટીના લોકોઍ જોતા જ તેઓઍ તાત્કાલિક વાપી ઍનિમલ રેસ્કયું ટીમના વર્ધમાન શાહ અને ઝેરી સાપ તથા અન્ય જાનવરોને ઝડપી ઉગારો કરનાર મુકેશભાઈને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેઓઍ ઇલેક્ટ્રિક પેનલમાં ફસાયેલા અજગરનુ રેસ્ક્યુ પ્રક્રિયા ખૂબ જ સંવેદનશીલ અને જોખમભરી બની ગઈ. કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય ઍ માટે પહેલેથી જ ઈલેક્ટ્રીક સપ્લાય બંધ કરાવી, સાવધાની પૂર્વક આ ઈલેક્ટ્રીક પેનલ બોક્સમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓઍ તાત્કાલિક આ અંગેની જાણ વનવિભાગને કરવામાં આવી, આ લગભગ ૭ ફૂટના અજગરને સુરક્ષિત રીતે નૅચરલ હેબિટેટમાં છોડી દેવાયો હતો.