ચલા અને કચીગામથી ચાર ઝેરી સાપને ઉગારાયા
- byDamanganga Times
- 01 March, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી,તા.૨૮ઃ વાપીના અજીત નગર અને દમણના કચી ગામ ખાતેથી ઍક જ દિવસમાં સંજયભાઈ પવાર દ્વારા ચાર જેટલા ઝેરી કોબ્રા સાપને ઉગારાયા હતા.
પ્રા વિગત મુજબ આજે વાપીના ખૂબ જ જાણીતા ઍવા સંજયભાઈ પવારને વાપીના અજીત નગર ખાતે રહેતા જાણીતા ઉદ્યોગપતિ અને વેપારી હરિભાઈ શાહના ઘરે કમ્પાઉન્ડમાં સાપ દેખાતા તેઓઍ જાણ કરતાં તાત્કાલિક સંજયભાઈ પવાર ત્યાં પહોંચ્યા હતા અને આ ઝેરી કોબ્રા સાપને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તરત જ અજીત નગરના મુખ્ય માર્ગ ઉપર આવેલ ઍક અંગ્રેજી માધ્યમની થોમસ સ્કૂલમાં પણ સાપ દેખાયો હોવાનું જણાવતા તેઓ ત્યાં પહોંચ્યા અને ત્યાંથી પણ ઍક સાપને ઝડપી પાડ્યો હતો તેવી જ રીતે આગળ વિમલભાઈના ઘરેથી ખૂબ જ ઝેરી ઍવો ઇટાલિયન સાપ દેખાતા તેઓઍ સંજયભાઈને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચી સાપને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સંજયભાઈને દમણના કચીગામ ખાતે રહેતા સંજયભાઈ પટેલના ઘરેથી જણાવ્યું હતું કે અમારા ઘરે ઍક સાપ દેખાઈ રહ્ના છે આથી તેઓ ત્યાં ઘટના સ્થળે તરત જ પહોંચી ગયા અને ખૂબ જ શોધખોળ બાદ સાપને ઝડપી પાડી સુરક્ષિત પ્લાસ્ટિકની બોટલમાં ભરી વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. આ તમામ ઝડપાયેલા ચાર કોબ્રા સાપમાં ત્રણ દેશી સાપ હોવાનું સંજયભાઈ પવાર દ્વારા જણાવ્યું હતું.