Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

અબ્રામામાં પતિ-પત્ની ઉપર કુહાડી વડે હુમલા પ્રકરણમાં આરોપીને ૫ વર્ષની સજા

અબ્રામામાં પતિ-પત્ની ઉપર કુહાડી વડે હુમલા પ્રકરણમાં આરોપીને ૫ વર્ષની સજા

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૮ઃ બે વર્ષ અગાઉ વલસાડ શહેરના અબ્રામા ધરમપુર રોડ પર રહેતા પટેલ પરિવાર ઘર વપરાશી પાણી કાઢવા માટે  ગટરની સાફ કરતા હોય જે પાડોશીને ગમતું ન હોવાથી તેમણે પતિ ઉપર કુહાડીથી હુમલો કરતા નીચે પડી ગયેલા પતિને બચાવવા વચ્ચે પડેલી પત્નીને પણ કુહાડી મારતા ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં વલસાડની કોર્ટે આરોપી યુવાનને ૫ વર્ષની કેદ અને ૨૫,૦૦૦ રૂપિયા દંડ ફટકારી દંડની રકમ ફરિયાદીને ચૂકવવાના હુકમ કર્યો છે.

વલસાડનાં અબ્રામા ધરમપુર રોડ, બેંક ઓફ બરોડાની સામે, જી.પી.સી. પ્લાયવુડની બાજુમાં અરૂણભાઇ પટેલ  રહે છે અરૂણભાઇ નજીકમાં આવેલ  ફર્નિચરના શોરૂમમાં સાફ-સફાઈ નું  કામ  કરે છે તારીખ ૯/૧૧/૨૦૨૨ ના રોજ બપોરે બે વાગ્યે  જમવા માટે ઘરે આવ્યા હતા તે દરમિયાન પત્ની મધુબેન તથા તેમના છોકરા સાથે ઘરે હતા. અરૂણભાઇ જમીને ઘરની બહાર ઘર વપરાશનું વધારાનું પાણી  નિકાલની ગટર પાવડાથી સાફ કરતા હતા. તે દરમિયાન પાડોશી સાહિલ સુરેશ ધોડિયા પટેલ  પોતાના હાથમાં કુહાડી લઈ અરુણભાઈ ને માથાના ભાગમાં કુહાડીનો જોરદાર ગામ મારતા તેઓ નીચે પડી બેભાન થઈ જતા  પત્ની મધુબેન પોતાના પતિને બચાવવા માટે  દોડી જતા સાહિલ સુરેશ પટેલે  પતિ અરૂણભાઇને ડાબા હાથમાં અને પીઠના  પાછળના ભાગે કુહાડી મારી ગંભીર ઈજા પહોંચાડતા પત્ની મધુબેન સાહિલના હાથમાંથી કુહાડી પકડવા જતા તેને પણ દાબા પગના ઘુટણના નીચે કુહાડીના ઘા મારી  બીજા પહોંચાડતા તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી ગયા હતા. અને આરોપી સાહિલ  સુરેશ પટેલ ભાગી છુટ્યો હતો. બીજા પામેલા પતિ અરૂણભાઇ અને પત્ની મધુબેન પટેલને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં  સારવાર માટે દાખલ કરાયા હતા. જોકે અરૂણભાઇને માથામાં કુહાડીનો  ગા મારતા ગંભીર ઇજા હોવાથી તેને સુરત  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં પત્ની મધુબેન અરૂણભાઇ ધોડિયા પટેલે  ફરિયાદ નોંધાવતા વલસાડ સીટી પોલીસે આરોપી સાહિલ સુરેશ ધોડિયા પટેલની ધરપકડ કરી હતી. જોકે આ મારામારીનું કારણ અરુણભાઈ ના ઘર  વપરાશનું વધારાનું પાણી ગટર મારફતે જતું હોય જે સાહિલને ગમતું ન હતું જેની અદાવત રાખી કુહાડીથી હુમલો કર્યો હતો જે અંગેનો કેસ  વલસાડની કોર્ટમાં ચાલતા  બંને પક્ષ સે દલીલો સાંભળ્યા બાદ સરકારી વકીલ ભરતભાઈ પ્રજાપતિની દલીલોને ગ્રહ રાખી સત્ર ન્યાયાધીશ વી. કે. પાઠકે આરોપી સાહિલ સુરેશભાઇ ધો.પટેલ ને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૭ મુજબના ગુનામાં ૦૫ વર્ષની સખત કેદની સજા અને રૂ.રપ હજાર નો દંડ અને આરોપી દંડની રકમ ન ભરે તો  વધુ ૩  મહિનાની  સાદી કેદની સજા તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૨૪ મુજબના ગુના સબબ ૦૩ વર્ષની સખત કેદની સજા અને દંડની રકમ રકમ જમા કરાવ્યેથી વળતર તરીકે ઇજા પામનાર અરૂણભાઈ લકવાગ્રસ્ત હોવાથી તેમના વતી તેમના પત્નિ  અને ફરીયાદી મધુબેનને ચૂકવવાનો હુકમ કર્યો છે.