Damanganga Times.

Damanganga Times.

April 03, 2025

ઉમરગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

ઉમરગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ,તા.૨૮ઃ ઉમરગામમાં કોટન અને ચીંધીના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી, ફાયર ફાયટરોઍ માંડ માંડ કાબૂ મેળવ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં ઍક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ગોડાઉનમાં મુખ્યત્વે કોટન અને ચીંધીનો ભંગાર સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઇડ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. કોટન અને ચીંધીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી આગ પર કાબૂ મેળવવાનું કાર્ય મુશ્કેલ બન્યું હતું. આગથી થયેલા નુકસાન અને આગ લાગવાના કારણો અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી.