Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

બામટીમાં જુની અદાવતમાં લાકડા વડે માર મારતા સારવાર દરમિયાન મોત

બામટીમાં જુની અદાવતમાં લાકડા વડે માર મારતા સારવાર દરમિયાન મોત

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

 ધરમપુર,તા.૨૮ઃ ધરમપુર તાલુકાના બામટી જલારામ મંદિર ફળિયામા અવાર-નવાર થતાં નાના-મોટા ઝઘડાની અદાવાત રાખી નિતીન ઉર્ફે લાલુ રે. બામટીના ઓઍ ચંદુભાઈ પટેલને લાકડાના સપાટા  મારી  સારવાર દરમિયાન મોત થયાની ફરિયાદ મરણજનારના પુત્ર ક્રીપાલકુમાર રહે.બામટી જલારામ ફળિયાના ઍ ધરમપુર  પોલીસ મથકે કરતા ચકચાર મચી જવા પામ્યો છે.

ધરમપુર પોલીસ મથકે ક્રીપાલ કુમાર ચંદુભાઈ પટેલે કરેલ ફરિયાદ અનુસાર બપોરના સમયે ક્રીપાલ તેમજ તેમનો પરિવાર ઘરે હતા ત્યારે પિતા નજીકમાં આવેલ જલારામ મંદિર ખાતે સત્સંગના કાર્યક્રમમાં ગયા હતા સાંજના ૬ઃ૦૦ વાગ્યા ના સમયે સંબંધી હીનાબેને ફોન કરી જાણ કરેલ કે તારા પિતાને નીતિન ઉર્ફે લાલુ મોહનભાઈ પટેલ લાકડા થી માર મારે છે જેથી ત્વરિત પણે ઘટના સ્થળે ક્રીપાલ પરિવાર સાથે પહોંચતા ત્યાં પિતાને નીતિ ઉર્ફે લાલુ લાકડા વડે માર મારતો હતો ત્યાં માર મારતા છોડાવતા નીતિને ફરિયાદી ક્રીપાલને પણ મારવાની ધમકી આપી હતી. તેમજ ઘટના બાબતે પિતા ચંદુભાઈઍ જણાવેલ કે ઘરે આવતી વખતે નીતિને ગાળો આપી લાકડા વડે પીઠના તેમજ પગના ભાગે સપાટા મારેલ જેથી અસય દુખાવા થતાં પ્રથમ સ્ટેટ હોસ્પિટલ બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ગંભીર ઈજાના કારણે રાત્રિના ૧૧. ૪૫ ના સમયે તબીબે મોત જાહેર કરતા ધરમપુર  પોલીસ મથકે કરેલ ફરિયાદ અનુસાર આગળની કાર્યવાહી ધરમપુર પોલીસે હાથ ધરી છે.