Damanganga Times.

Damanganga Times.

May 19, 2025

સરીગામ બજારમાં ટ્રાફિકની સમસ્યા સંદર્ભે બેઠક યોજાઈ

સરીગામ બજારમાં ટ્રાફિકની સમસ્યા સંદર્ભે બેઠક યોજાઈ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ,તા.૨૮ઃ સરીગામ મુખ્ય બજાર વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકના સમસ્યાના નિરાકરણ માટે સરપંચ સહદેવભાઈ આગેવાન રાકેશભાઈ પોલીસ મથકના અધિકારી નોટિફાઇડ વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મહત્વની બેઠક ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાઇ હતી. સરીગામ મુખ્ય બજાર વિસ્તારમાં ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર અગાઉ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવ્યો હતો. તમામ ભારે મળવા વાહનોને બાયપાસ માર્ગે પસાર થવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી સરીગામ મુખ્ય બજારમાં ભારે માલવાહક વાહનોની અવર-જવરને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિક રહીશોને પૌરાણિક મંદિરમાં આવતા ભક્તો પારાવાર મુશ્કેલી બેઠી રહ્ના છે આજરોજ સરીગામ ગામ પંચાયત કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં ભારે માલ વાહક વાહનોને બાયપાસ માર્ગે પસાર કરવાના વિકલ્પ સાથે અન્ય વિકલ્પો અમલી બનાવવા નિર્ણય લેવાયા હતા.