Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

પારડીની બે મહિલાના સેવિંગ ઍકાઉન્ટમાંથી અચાનક ૬૭ હજાર ઉપડી ગયાની ઘટના

પારડીની બે મહિલાના સેવિંગ ઍકાઉન્ટમાંથી અચાનક ૬૭ હજાર ઉપડી ગયાની ઘટના

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

પારડી,તા.૨૮ઃ પારડીમાં રહેતી બે મહિલાના બેંકમાં જમા પૈસા ઍટીઍમમાંથી અજાણ્યા ઈસમે કુલ્લે રૂપિયા ૬૭,૬૨૦ ઉપાડી લેતા ફ્રોડ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી પારડી પોલીસ મથકે ફરિયાદ આપનાર ઇશાદહુશેન  સજજાદ હુશેન ના જણાવ્યા પ્રમાણે ગત તા.૧૩/૦૨/૨૦૨૫ના રોજ બપોરના દોઢક વાગ્યે ઍમના ઘરની સામે રહેતા જુમાનાબેન ઍ.વોહાના ઍ જણાવેલ કે, તેમના ઍચ.ડી.ઍફ.સી બેંક પારડી ખાતાના સેવીંગ ખાતા માથી સ્ટેટમેન્ટ કઢાવતા તેમા જોતા તા.૨૬/૧૧/૨૦૨૪ થી તા .૦૮/૦૨/૨૦૨૫ સુધી જુદી જુદી તારીખે કુલ્લે રકમ ૬૪,૨૨૦/- રૂપિયા  ઍમની દિકરી ના ઍકાઉન્ટમા જમા થયેલ છે, તેવી વાત કરેલ હોય અને તેઓઍ બેંક સ્ટેટમેન્ટની નકલ બતાવતા તેમા અલગ-અલગ તારીખે ઍમની દિકરી સના ફાતેમાના ઍકાઉન્ટમા રૂપિયા ટ્રાન્સફર થયેલ તથા ૧૩/૧૨/૨૦૨૪૨૦૨૪થી તા.૦૮/૦૨/૨૦૨૫ સુધીમા  ઘરની સામે રહેતા રસીદાબેન ઍ. વોહરાના ઍસ.બી.બી.પી.પી લી.પારડી બેંકના ઍકાઉન્ટ  માથી ૩૪૦૦ ઍમની દિકરી સના ફાતેમાના ઍકાઉન્ટમા જમા થયેલ હતા જે રૂપિયા અલગ-અલગ તારીખે સુરત તથા વડોદરા ખાતેથી ખ્વ્પ્ મારફતે ઉપાડવામાં આવેલ જેથી કોઈ અજાણ્યા ઇસમે જુમાનાબેન ઍ.વોહરા તથા તેમની બહેન રસીદાબેન ઍ, વોહરાના બેંક ઍકાઉન્ટમાથી ગુગુલ-પે મારફતે ફરિયાદીની દિકરી સના ફાતેમાના ઍકાઉન્ટમા કુલ્લે રૂપિયા ૬૭,૬૨૦/જેટલી રકમ ટ્રાન્સફર કરી સના ફાતેમાના ઍકાઉન્ટમાથી ખ્વ્પ્ દ્વારા કે પછી અન્ય રીતે ઇલકેટ્રીક માધ્યમનો ઉપયોગ કરી નાણા ઉપાડી જુમાનાબેન ઍ.વોહરા તથા તેમની બહેન રસીદાબેન ઍ.વોહરા અને ફરિયાદીની દિકરી સાથે ઠગાઈ થઈ હોવાની જાણકારી મળતા પારડી ખાતે આવેલ સ્ટેટ બેંકમા જઇ બેંક મેનેજરને પુછપરછ કરતા તેઓઍ તમારી સાથે સાયબર ક્રાઇમ થયેલ હોવાનું જણાવી પોલીસ કાર્યવાહી કરવા જણાવતા પારડી પોલીસ મથકે ઉપરોક્ત હકીકતી ફરિયાદ આપતા  પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.