Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ખે૨ગામ પોલીસે ૨૪ કલાકમાં મેળામાં ચેઈન ઝુંટાવનારાની ધરપકડ કરી

ખે૨ગામ પોલીસે ૨૪ કલાકમાં મેળામાં ચેઈન ઝુંટાવનારાની ધરપકડ કરી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ખેરગામ,તા.૨૮ઃ ભારતીય ન્યાય સંહિતાની ક.૩૦૪(૨),૫૪ મુજબનો ગુનો તા.૨૬/૦૨/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ જેની પોલીસ સબ ઇન્સપેક્ટર ઍમ.બી.ગામીત-પોલીસ ટીમે ખાનગી બાતમીદારો રોકી તેમજ સીસીટીવી ફુટેજ ચકાસી ટેક્નિકલ તેમજ હ્નામન સૉર્સ દ્વારા સદર ગુનો ડીટેકટ કરી ચોર ઇસમ (૧) વિષ્ણુભાઇ મનજીભાઇ હરગોવનભાઇ દેવીપુજક ઉ.વ-૨૮ ધંધો-ફર્નિચર ભંગારનો વેપાર, હાલ રહે-છથીયારડા ગામ જાંબુરા મહોલ્લો તા.જી.મહેસાણા તથા (૨) કરણ ગોવિંદભાઇ ઇશ્વરભાઇ દંત (દેવીપુત્ર) રહે સુરત, મુળ રહે. હરીપુરા સાપરા, અમદાવાદનાઓને ચોરીમાં ઝૂંટવી ગયેલ સદર ફરીયાદીની સોનાની ચેઇન-૧૦,૦૭૦ ગ્રામ જેની કિ.રૂ.૫૦,૦૦૦/- ના મુદ્દામાલના કબ્જા સાથે પકડી પાડેલ અને સદર આરોપીઓની વિગતે પુછપરછ કરતા બંને આરોપીઓઍ પોતે નાંધઇ ગામે ગુેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રી મેળાની ભીડભાડવાળી જગ્યા પર જઇ નજર ચુકવી ફરીયાદી ગં.સ્વ.કંકુબેન સુખાભાઇ સોમાભાઇ પટેલની સોનાની ચેઇન રૂ ૫૦,૦૦૦ કિંમતની ખેંચી તોડી ચોરી કરી,જે ચોરેલ મુદ્દામાલ (૧)નાઍ ફરીયાદીની નજર ચુકવી આરોપી નં-(૨) નાને આપેલ હોય જે બન્ને ચોર ઇસમોને પકડી લઇ  મુદામાલ કબજે કરી તેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

ખેરગામ તાલુકામાં વર્ષોથી મહાશિવરાત્રી મેળામાં હજારો 

શ્રદ્ધાળુઓની અવર-જવર હોય વિશેષ પોલિસ બંદોબસ્ત જિલ્લા માંથી મુકાય છે. જેથી અનિચ્છનીય બનાવને અવકાશ રહેતો નથી. મંદિર સંકુલમાં ૨૫ જેટલા સીસીટીવી કેમેરા ટીવી સ્ક્રીન ગોઠવેલા છે જેથી અસામાજિકો પર સીધી દેખરેખ રખાય છે.