Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ધરમપુરમાં મોબાઈલ અપ ગ્રેડ બહાને ગઠીયાઍ રૂ. ૬૦ હજાર ઉસેટી લીધા

ધરમપુરમાં મોબાઈલ અપ ગ્રેડ બહાને ગઠીયાઍ રૂ. ૬૦ હજાર ઉસેટી લીધા

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ધરમપુર,તા.૨૮ઃ ધરમપુરના હનુમાન ફળિયાના અનિલ કુમાર પ્રવીણચંદ્ર જાનીના બેન્ક ઍકાઉન્ટમાંથી ફ્રોડ ફોન કરી ૬૦,૦૦૦ ની ઠગાઈ કરી હોવાની માહિતી પ્રા થવા પામી હતી.

અનિલ જાનીઍ પોલીસ મથકે કરેલ લેખિત ફરિયાદ અનુસાર ૨૧-૧-૨૫ ના બપોરના ત્રણથી ચાર વાગ્યાના સુમારે મોબાઈલ પર જણાવેલ કે ત્ર્ફુશ્ણૂ માંથી બોલું છું તમારૂ ઍકાઉન્ટ અપગ્રેડ કરવાનું છે અપગ્રેડ નહીં કરો તો તમારી બધી સેવાઓ બંધ થઈ જશે અનિલ જાની ગભરાઈ જતાં આ બાબતે વધુ પૂછપરછ દરમિયાન ઠગ ઈસમે જણાવેલ કે માંગ્યાઅનુસાર માહિતી આપવી પડશે ત્યારબાદ આવેલ ઓટીપી ફરિયાદીઍ સામા વાળા ને આપી દેતા જણાવેલ કે તમારો ઍકાઉન્ટ અપગ્રેડ થઈ જશે થોડીવારમાં બેંકમાંથી ૧૦,૦૦૦  અને ૫૦૦૦૦ ઇન્સ્ટા લોન કરી ખાતામા જમા કરાવી ૫૦૦૦૦ રૂપિયા પણ ઉપાડી લીધેલ  ત્યારબાદ ૨૨-૧-૨૫ના રોજ ૪૦૦૦૦ ઇન્સ્ટા લોન કરી ખાતા મા જમા કરાવતા ફરિયાદીને અણસાર આવેલ કે ગેરકાયદેસર લેવડ-દેવડ થઈ રહી છે ફરિયાદીઍ ૧૫,૦૦૦ તથા ૨૧ હજાર રૂપિયા ભત્રીજીના ખાતામાં જમા કરાવેલ   ફરિયાદી ના ખાતા મા  ત્રણ લાખ તેમજ બીજા ૧૯,૬૩૮ જમા થયેલ જે ઈસમે ફિક્સડ ડિપોઝિટ ઉપાડી ખાતામાં જમા કરાવેલ ત્યારબાદ આજ ઈસમે ફરી વાર ફરિયાદી અનિલ જાની ના નામની ૩,૨૦,૦૦૦ ની ફિક્સ ડિપોઝિટ તેમજ ૫,૦૦૦ ની ફિક્સ ડિપોઝિટ બનાવી હતી ફરિયાદીને જાણ થતાં ૨૩ -૧ -૨૫ ના દિને બેંકમાં જઈ   ઍકાઉન્ટ  બ્લોક કરાવેલ જોકે ફરિયાદીના ખાતામાંથી કુલ પ્રથમ વખત ૧૦ અને બીજીવાર ૫૦હજાર મળી કુલ ૬૦ હજાર રૂપિયા ઓનલાઇન ફ્રોડ કરી કોઈ ઠગ ઈસમે  ઉચેટી લીધા ની માહિતી પ્રા થવા પામી હતી જે અંગે સાઇબરક્રાઇમમા ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.