ચીખલી સર્કલે ડમ્પરે બાઇકને અડફેટે લેતા ચાલકનું મોત
- byDamanganga Times
- 01 March, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીખલી,તા.૨૮ઃ ચીખલી ઍસ.ટી સ્ટેન્ડ સર્કલ પાસે ઍક ડમ્પર ચાલાકે ટુવિલર સવાર ને અડફેટે લેતા ટુવિલર સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું મોટરસાયકલ ડમ્પરમાં ફસાતા ચાલક ૩૦૦ મીટર સુધી ખેંચી ગયો જોકે લોકોઍ ભાગી રહેલા ચાલકને ઝડપી પોલીસને સુપ્રત કર્યો.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી બસ સ્ટેન્ડ સર્કલ પાસે રાત્રિના સવા આઠેક વાગ્યાના સુમારે બે ફામ દોડી રહેલા ડમ્પર નંબર ફુફુ ૦૩ ષ્ટ ૯૭૨૭ ના ચાલકે ઍક મોટરસાયકલ નંબર જીજે ૦૩ ઍકે ૩૯૯૪ ના ચાલક અલ્પેશસિંહ કનકસિંહ પરમાર ઉ.વ. ૩૮ રહે ચાંદલોડિયા રામ પ્રતાપનગર હાઉસિંગ સોસાયટી નિર્ણયનગર સેક્ટર ૩ અમદાવાદ મૂળ રહે. સલામપુરા તા. શેહરા જી. પંચમહાલ જે મોટરસાયકલ લઈને થાલા તરફ જઈ રહ્ના હતા તે દરમિયાન ડમ્પર ચાલાકે અલ્પેશસિંહ પરમારને અડફેટે લેતા તેઓને માથાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મોટરસાયકલ ડમ્પરમાં ફસાઇ જતા આશરે ૩૦૦ મીટર દૂર સુધી મોટરસાયકલને ડમ્પર ચાલક ઘસડી ગયો હતો. જોકે લોકોને જોઈને ભાગી રહેલ ડમ્પર ચાલકને લોકોઍ ઝડપી લઇ સ્થળ ઉપર ધસી આવેલ ચીખલી પોલીસને સોંપ્યો હતો. મૃતક અલ્પેશસિંહ પરમાર છેલ્લા દોઢેક વર્ષથી ઇન્ટીગ્રેટેડ પાવર સિસ્ટમ અમદાવાદની કંપનીનું સુથવાડ ખાતે આવેલ વારી કંપનીમાં ઇલેક્ટ્રીક અને લાઇટિંગ પ્રોટેકશન સિસ્ટમનું કામ કરતો હતો અને ચીખલી ખાતે રહેતો હતો મૃતકના સસરા રમેશસિંહ જયસિંહ બારીયા રહે. વાઘજીપુર તા શેહરા જી. પંચમહાલના ઍ ચીખલી પોલીસમાં ફરિયાદ કરતા ચીખલી પોલીસે ડમ્પર ચાલક વિરુધ ગુનો દાખલ કરી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પોસઇ ઍચ ઍસ પટેલે હાથ ધરી છે.