ઍîધલની હોટેલના પાર્કિંગમાંથી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ
- byDamanganga Times
- 01 March, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૮ઃ સ્ટેટ મોનીટરીંગ સેલ ઍ ગણદેવી નેશનલ હાઇવે નં.૪૮ ઉપર ઍંધલ ગામે ડિસન્ટ હોટેલ ર્પાકિંગ માં છાપો માર્યો હતો. જેમાં રૂ.૯.૫૦ લાખ ની વિદેશી દારૂ બોટલ નં.૩૦૭૪, ટ્રક રૂ. ૨૦ લાખ મળી રૂ.૨૯,૫૮,૦૯૬ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ટ્રક ચાલક ની ધરપકડ, બે વોન્ટેડ જાહેર કરાયા, હોળી ધુળેટી તહેવાર અગાઉ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે બાતમી આધારે ગણદેવી હાઇવે ઉપર ઍંધલ ગામે હોટેલ ર્પાકિંગ છાપો માર્યો હતો. પોલીસે સ્થળ ઉપર થી ટાટા ૭૧૦ ટ્રક નં.ઍમઍચ ૦૪ ઍમઍચ ૪૯૦૬ માંથી રૂ.૯,૫૦,૬૭૬ ની વિદેશી દારૂ નંગ ૩૦૭૪ બોટલ, રોકડા રૂ.૨૪૨૦, મોબાઈલ ફોન રૂ.૫ હજાર મળી રૂ.૨૯,૫૮,૦૯૬ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને ટ્રક ચાલક રીયાઝુલ્લાહ હમીદુલ્લાહ સમાની (૪૦) રહે.થાણે, મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી. તેમજ દારૂ ભરાવનાર રમેશ દિપક કેસલ રહે.ભીંવડી, ટાટા ટ્રક માલિક અને ખેપ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. વિદેશી દારૂની ખેપ ભીંવડી થી સુરત જતી હતી.