માણસ શ્રદ્ધા રહિત ના બને
- byDamanganga Times
- 01 March, 2025

વાંચન આચમન, શીતલ ઉપાધ્યાય
અત્યંત દુઃખમાં આવી પડેલા માણસને કોઈ વાર લાગે છે કે આશા રાખવાનું કોઈ જ કારણ નથી પછી શા માટે આશા રાખવી ? આશા રાખવી ઍ નિરાશાને જ નિમંત્રણ આપવા બરોબર છે ! ! માણસ આવું કહે છે પણ તે ખરેખર આશા રાખવાનું જ છોડી દે તો તેના જીવનમાં કોઈ ઉમંગ જ ના રહે. કોઈ ટ્રેન આવવાની જ નથી તેવું માનીને તમે સ્ટેશન પર બેસી રહો તો તમે ઝાઝી વાર ત્યાં બેસી જ નહિ શકો. કેમ કે જ્યારે કશું બનવાની આશા જ નથી ત્યારે તમે કંટાળામાં જ ધીરે ધીરે દટાતા જાઓ ઍવું બનવાનો સંભવ જ રહે છે. પણ માણસ જાણે છે કે ઍ ભલે આવા રાખવાનો ઈન્કાર કરે - તેના આ પ્રગટ ઇન્કારની સાથે તેનું અંતર સંમત થતું જ નથી. લાખો નિરાશાની નીચે કોઈક આશા સળવળતી હોય છે. ઍક પછી ઍક આશાના બિદું રૂપે જીવનરસ ટપક્યા કરે છે અને ઍ જ જીવન છે. આશા રાખવાનું કોઈ કારણ ના હોય તે છતાં આશા રાખવી તે જ જીવનની મઝા છે અને માણસનો ઇતિહાસ કહે છે કે આશાનું ગણિત ખોટું પડે છે તો નિરાશાનું ગણિત પણ ખોટું જ પડે છે.
ઍક માણસ હૃદયમાં નિરાશાને ઘૂંટ્યા જ કરે અને માન કે આશાનું કોઈ કિરણ સંભવિત જ નથી અને છતાં તેની નિરાશાની આ નક્કર ગણતરીઓ ખોટી પડે અને કોઈક અણધાર્યા ખૂણેથી આશાનું નવું કિરણ પ્રગટ થાય ઍવું બને છે. તાજેતરમાં ઍક ગૃહસ્થ મળ્યા. તેમની ઉંમર લગભગ પંચાવન વર્ષની હતી. તેમની સાથે દશેક વર્ષનો પુત્ર હતો. તેમણે કહ્નાં આ મારો પુત્ર- સૌથી મોટો અને સૌથી નાનો ! આ ઍક જ સંતાન છે. વીસમા વર્ષે લગ્ન કર્યાં અને વીસ વર્ષના લગ્નજીવનમાં બાળક થવાની બાબતમાં આશા-નિરાશામાં ઝોલાં ખાધાં. દાક્તરી સહાય-સારવાર પછી બાધા-માનતા પણ કર્યાં. પછી બાળક થવાની આશા જમૂકી દીધી ! જયારે હ્લદયમાં આશા મરી જ પરવારી હતી અને બાળક દત્તક લેવાનું લગભગ નક્કી જ કરી નાખ્યું અને બાળક દત્તક લેવાની ખોજ પણ શરૂ થઈ અને તેમાં પણ નિરાશા જેવું થયું! હવે કોઈ જ આશા બાકી બચી નહોતી અને ત્યાં જ આ ચમત્કાર થયો ! મારો આ પુત્ર! જિંદગીની જીવતીજાગતી આશા રૂપે હું રોજ સવારે તેનાં દર્શન કરું છું. અને હૃદયમાં ધન્યતાની અનન્ય લાગણી ઊભરાય છે ! હું જાણું છું કે આ બાળક પણ કંઈ અમરપટો લખાવીને આવ્યો નથી. ઍવું બની શકે છે કે તે આ સંસારમાંથી મારા કરતાં વહેલો ચાલ્યો જાય પણ ઍવું બને તોપણ હું હવે નિરાશાને તાબે નહિ જ થાઉં ! મારા જીવનમાં અચાનક આ બાળકે પ્રગટ થઈને મને ઍટલો સંદેશો આપી દીધો છે કે જીવનના શુભ-મંગલમાં કદી શ્રદ્ધા ના ખોવી ! નિરાશા જ નક્કર હકીક્ત છે તેમ માનનારો માણસ ડાહ્ના-વહેવારુ ગણાતો હશે અને અકારણ-અદૃશ્ય આશામાં માનનારા માણસને તરંગી અને મૃગજળ-પ્રેમી જરૂર ગણી શકાય. પણ હું મારા અનુભવે જાણું છું કે ખાતરીબંધ નિરાશામાં જીવવા કરતાં અનિડ્ઢિત આશામાં જીવવું વધારે સારું છે !
કોઈ કહી શકે કે ઍ માણસના જીવનમાં ઍક ચમત્કાર થયો પણ ઘણી વાર આવો કોઈ ચમત્કાર થતો જ નથી. વાત તો સાચી છે પણ ચમત્કારની પણ આશા રાખ્યા વિના કેટલા માણસો પોતાનો પુરુષાર્થ છોડતા નથી તે હકીક્ત પણ હૃદયના ઊંડાણમાં જ ક્યાંક પડેલી આશા અને શ્રદ્ધાની શાખ પૂરે છે. વિજ્ઞાનની કલ્પનાકથાઓના-નવલકથાઓના મશહૂર લેખક ઍચ. જી. વેલ્સ ઍક બાળક હતા ત્યારે પોતાની ગરીબ માતાનાં દુઃખ ભગવાન દૂર કરશે તેવી આશા હૃદયમાં ઘૂંટ્યા કરતા હતા ! રોજ સવારે બાળક વેલ્સ પ્રભુને પ્રાર્થના કરતો કે હે ભગવાન, પારકાં કામ કરતી મારી માતાના દુંખનો અંત લાવી દે ! પણ વેલ્સની માતા ઉપરથી દુઃખની આંધી હટી નહિ અને વેલ્સની આશા તૂટી ગઈ. સાથે સાથે ઈશ્વરમાં શ્રદ્ધા પણ ના રહી! ઍ નાસ્તિક બની ગયા. પણ પછી વેલ્સે શું કર્યું? આશા અને શ્રદ્ધા બંને ગુમાવી બેઠેલા વેલ્સ હાથપગ જોડીને બેસી રહ્ના હોત તો આપણે માનવું પડત કે આ માણસે આશા અને શ્રદ્ધાને પોતાના હ્લદયમાંથી સંપૂર્ણ દેશવટો દઈ દીધો છે ! પણ વેલ્સ તો પોતાની નિરાશા અને હતાશાને જ જિંદગીનું ઍક ચાલકબળ બનાવી બેઠા અને માતાઍ તો પુત્ર વેલ્સનું સુખ ના જોયું પણ ઍટલું તો સમજ્યાં કે માતા મથતા જ રહ્ના લખતા જ રહ્ના વિષેની પોતાની આશા ભલે ના ફળી પણ પોતાના વિષેની માતાની આશાઓ તો ખૂબ ફળી !
આશાનું વૃક્ષ જ ઍવું છે કે તેની ઉપર ખૂબ ફૂલો બેસે છે – આટલાં બધાં ફૂલના હિસાબે ઍટલાં ફળ બેસતાં નથી પણ આશાનાં વૃક્ષનાં લીલાં પાન પણપોષણ આપનારો હોવાનું ઘણાઍ અનુભવે જાણ્યું છે અને આશાનું કોઈ વૃક્ષ છેવટે છાંયડો આપવામાંથી ગયું નથી ! માણસને કૂલ મળે કે ના મળે, ફળ મળે કે ના મળે, છેવટે છાંયો તો અચૂક મળે જ છે.
આશાઓના અતિરેકમાં માણસ નિષ્ક્રિય બની જાય ઍવું બને છે અને નિરાશાઓના ચક્કરમાં પણ માણસ નિષ્ક્રિય બની જાય ઍવું બને છે. ઍટલે જ કદાચ જીવનશક્તિ ઍવું કરે છે કે માણસને આશા અને નિરાશાના ચડ-ઊતરમાં પણ સક્રિય રાખે છે અને સૌથી અગત્યની બાબત આ સક્રિયતા છે. આશાથી પ્રેરાયેલી કે નિરાશામાંથી ઉદ્ભવેલી નિષ્ક્રિયતા તો નકામી જ છે. કેમ કે તે ચેતનાને જડત્વ તરફ ખેંચી જાય છે પણ સક્રિયતા આશામાંથી પ્રગટે કે નિરાશામાંથી જન્મે તે ઍક વિધાયક બળ છે. કેમ કે તે માણસની ચેતનાને ખીલવાની, પ્રગટ થવાની ઍક તક પૂરી પાડે છે. તમે આશાવંત રહેવાનું પસંદ કરો કે તમે નિરાશાને હૈયે વળગાડો પણ તમે સક્રિય રહો પ્રયત્નશીલ રહો તો કશુંક ચોક્કસ બનવાની સંભાવના રહે છે. માણસ આશારહિત ભલે બને પણ તે શ્રદ્ધારહિત ના બને તો તેનાથી પણ ઍક બળ મળે છે. ઍક વ્યક્તિના જીવનમાં બનેલી આ સાચી ઘટના છે. ઍ ભાઈ પોતાના વ્યવસાયમાં કુશળ હતા. બુદ્ધિશાળી હતા પણ કૌટુંબિક સંજોગો ઍવા ઊભા થયા કે સારા પગારની નોકરી તેમણે છોડવી પડી અને જે શહેરમાં નોકરી કરતા હતા તે શહેર પણ છોડવું પડ્યું. જે શહેરમાં તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી રહેતા હતા તે શહેરમાં પાછા ફર્યા પણ અહીં કશી આવક નહોતી. નોકરી નહોતી અને સગાંસંબંધી કે મિત્રોની કોઈ મદદની આશા પણ હવે રહી નહોતી.
ઍક દિવસ ઍવો ઊગ્યો કે બપોરે ધરડી બીમાર માતાની ચા માટે નવટાંક દૂધ પણ નહોતું! દૂધ લાવવા માટેના પૈસા પણ નહોતા. આવા સંજોગમાં શું બની શકે ? કોની પાસેથી રૂપિયો માગવો ? કોની પાસે થોડું દૂધ ઉછીનું માગવું? સંજોગો જ્યારે આટલા વિષમ હોય ત્યારે મનમાં આશા-શ્રદ્ધાનું તો ઍક તરણું પણ બાકી બચે નહિ ઍ સમજી શકાય તેવું છે.
(ભુપત વડોદરિયાના ‘જિંદગીનું નામ’ માંથી)