Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

નવી કૂંપળ

નવી કૂંપળ

વીણેલા ફૂલ - આશા વીરેન્દ્ર - વલસાડ

ખેતરમાં લહેરાઈ રહેલા પાકને સંતોષથી જોઈ રહેલા કેશવને પોતાના દીકરા બદ્રીનો બુલંદ, સૂરીલો અવાજ સંભળાઈ રહ્ના હતો, હોલી ખેલન, ઘૂમ મચાવન, આયો યશોમતી લાલો.

નજીક આવી રહેલી જન્માષ્ટમીઍ મંદિરમાં ગાવા માટેના ભજનની બદ્રી કેટલાય દિવસોથી તૈયારી કરી રહ્ના હતો. જો કે, કેશવ પોતે જ ઍક કુશળ ગાયક, વાદક અને રચનાકાર હોવાથી ઍ પોતે જ દીકરાને તૈયાર કરતો. પણ આ વખતે જન્માષ્ટમી ટાણે બદ્રી ગામમાં હશે કે નહીં ઍ ઍક પ્રશ્ન હતો.

વાત ઍમ હતી કે, અઠવાડિયા પહેલાં પાડોશમાં રહેતો મનિયો અને બીજા દોસ્તો બદ્રીને પરાણે નજીકના શહેરમાં લઈ ગયા હતા.

ચાલ, ચાલ બદ્રી, શહેરમાં આપણને ટી.વી. સીરિયલનું શુટીંગ જોવા મળશે.’ હેં ? હીરો, હીરોઈન બધા જોવા મળશે? ઍ લલચાઈ ગયો હતો.

ગામમાંથી ગયેલું છોકરાઓનું ટોળું વારંવાર થતા ‘રીટેક’થી કંટાળીને કુંડાળું વાળીને ગપ્પાં મારતું બેઠું હતું ત્યાં ઍકાઍક કોઈને યાદ આવ્યું,

બદ્રી, તું તો કેટલું સરસ ગાય છે ! ઍક મજાનું ગીત સંભળાવ યાર ! હા, હા બદ્રી, તું ગાય તો મજા આવી જશે.

બદ્રીઍ પોતાનો કેળવાયેલો કંઠ વહેતો મૂક્યો.

‘કેસરિયા બાલમ આઓની, પધારો મારે દેસ રે...’

શુટીંગ માટે આવેલા સીરિયલના સંગીત નિર્દેશક બાલાજીને કાને બદ્રીનું ગીત પડયું ને ઍ તો આફ્રીન થઈ ગયા. આટલી ઉંમરમાં આટલો પરિપક્વ કંઠ ? કેશવ પાસે આવીને બાલાજીઍ હાથ જોડવાનું જ બાકી રાખ્યું.

તમારો દીકરો તો ચીંથરે વીંટ્યું રતન છે. ઍને ચમકાવવાનું કામ હું કરીશ. અહીં ગામડા ગામમાં ઍની કદર નહીં થાય. તમે ઍને મારી સાથે મોકલો. ‘લીટલ વન્ડર્સ નામના રિયાલીટી શો માટે અમારે આવા ગામઠી લઢણવાળા અવાજની જરૂર છે. ટી.વી. દ્વારા હું ઍને દુનિયા સામે મૂકી દઈશ. પોતાને મૂંઝવણનો ઉકેલ ન સૂઝયો ઍટલે કેશવે મુખિયાજીને વાત કરી.

તમે કહો. હું શું કરું ?

અરે, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોટું ધોવા થોડું જ જવાય ? કેટલાં વર્ષોથી તું આટલો સુંદર ઍકતારો વગાડે છે ને આટલું હલકથી ગાય છે પણ તને ઓળખી ઓળખીને કેટલા લોકો ઓળખે છે ? ટી.વી. પર જઈને તારી સાથે સાથે આપણા ગામનું નામ પણ અજવાળશે. વધુ વિચાર્યા વગર તું હા જ પાડી દે.’

ત્રણ-ચાર મહિના માટે ઍકના ઍક દીકરાને આટલે દૂર મોકલવાનું કિશન અને ઍની પત્નીને આકરું તો બહુ લાગ્યું પણ ઍના ભવિષ્યનો વિચાર કરીને મન કઠણ કરી લીધું. વળી જ્યારે કિશનને ખબર પડી કે, મહાન ગાયક અમિતકુમાર ઍને તાલીમ આપવાના છે ત્યારે ઍ ખૂબ રાજી થયો.

લીટલ વન્ડર્સના ઍક પછી ઍક રાઉન્ડમાં બદ્રીને અભૂતપૂર્વ સફળતા મળતી જતી હતી. અમિતકુમાર અને બાલાજી બદ્રીના ગાયન ઉપરાંત ઍની ચાલ-ઢાલ, ઍની ગામઠી વેશભૂષા અને ઍના તળપદા ઉચ્ચારો પર બારીકાઈભરી નજર રાખી રહ્ના હતા.

સર, આ મયંક, પૂર્વેશ બધા પહેરે છે ઍવા શર્ટ-પેન્ટ ને કોટ મને બહુ ગમે છે. ઍક વખત મને પણ પહેરવા દો ને !

‘ના, ના તારે તો કેડિયું, ચોરણી અને સાફો જ પહેરવાનો. અમારે તારી ગામડિયા ઈમેજને રોકડી કરવાની છે. આ રોકડી કરવાની ઍટલે શું ઍ બદ્રીને સમજાયું નહીં.

‘ને જો બદ્રી, તારે ઍક પણ ફિલ્મી ગીત નથી ગાવાનું. તારે ફક્ત તારા બાબુજીનાં શીખવેલાં ગીતો જ ગાવાનાં. પણ ઍક વાતનું ધ્યાન રાખજે, ભૂલે-ચૂકે તારા મોઢેથી ઍમ ન નીકળવું જોઈઍ કે, આ ગીતની તર્જ તારા બાબુજીઍ બનાવેલી છે.’ ‘પણ કેમ ?’

ઍ તું નહીં સમજે. છેલ્લા ઍપીસોડમાં તારા બાબુજીને સ્ટેજ પર બોલાવીને પછી સૌને જણાવીશું કે, તેં ગાયેલી બંદીશો ઍમની બનાવેલી હતી. ઍને સર-ાઈઝ આપેલી કહેવાય સમજ્યો ?

અંતે ફાઈનલનો દિવસ આવી પહોંચ્યો. ફાઈનલના ત્રણે સ્પર્ધકોને પડદા પાછળ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અમિતકુમારના ગાયેલા અને બાલાજીના સ્વરબદ્ધ કરેલા ઍક તદ્દન નવી ફિલ્મના ગીતથી થઈ. શરૂઆતનું સંગીત સાંભળતાં જ બદ્રીના કાન સરવા થઈ ગયા. અરે ! આ તો મારા બાબુજીની બનાવેલી ધૂન ! પ્રેક્ટીસમાં મારી પાસે ગવડાવી ગવડાવીને આ લોકો બધું રેકર્ડ કરતા હતા તે આટલા માટે ? આટલી મોટી છેતરપિંડી ? બદ્રી લીટલ વન્ડર્સનો વિજેતા બન્યો. પચાસ લાખ રોકડા ને ઍક નવીનકોર ગાડી મળી. પણ બદ્રી ઘરે આવીને ય સાવ સૂનમૂન હતો. ન કશી વાત કરવી, ન ગાવું, બસ વિચારતો રહેતો – મારે લીધે બાબુજીની આટલી સુંદર તરજો ચોરાઇ ગઈ. ઍ હવે પાછી ક્યાંથી આવવાની ? ઍક દિવસ ઍ કિશનને વળગીને રડી પડયો.

બાબુજી, તમારી બનાવેલી બધી તરજ... ઍની પીઠ પર હાથ પસવારતાં કિશને કહ્નાં,

અરે બેટા ! આપણે તો રહ્ના ખેડૂત. ઍટલી તો ખબર હોવી જ જોઈઍ કે, ઍક વખત પાક લણી લઈઍ ઍટલે કંઈ ફરીથી કૂંપળ ન ફૂટે ઍવું ઓછું જ હોય ? જેને લણવું હોય ઍ ભલે લણી જાય, નવા નવા અંકૂર તો ફૂટતા જ રહેવાના. જો તને ઍક નવી તરજ સંભળાવું -

રાધાજીકે મુખ પર કર્યો કનૈયા રંગ ઉડાયે ?

બાબુજીનું તદ્દન નવું રચાયેલું ગીત સાંભળી બદ્રીના મુખ પર આટલા દિવસો પછી પહેલી વાર હાસ્ય ફેલાયું ને બાબુજી સાથે ઍ પણ સૂર પુરાવવા લાગ્યો - ‘હાં હાં, કનૈયા રંગ ઉડાયે...

(મુક્તા ગુંડીની મરાઠી વાર્તાને આધારે)