Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

શિક્ષણ માંગે છે પુનઃચિંતન

શિક્ષણ માંગે છે પુનઃચિંતન

અભિવ્યક્તિ

ડો. જે.ઍમ. નાયક (નવસારી)

પૂર્વ આચાર્યશ્રી, 

શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ, વલસાડ 

પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાથી શિક્ષણવિદો સંતુષ્ટ છે? વાલીઓ સંતુષ્ટ છે ? શિક્ષક કે આપકો સંતુષ્ટ છે? અરે, જેમને માટે આજનો વિષય છે ઍવા વિધાર્થીઓ સંતુષ્ટ છે? જો આ દરેક પક્ષકારો આજની શિક્ષણ પ્રથાથી પૂરેપૂરા સંતુષ્ટ હોય તો પછી આજના મારા વિષય પર ઝાઝુ ચિંતન કરવાની આવશ્યક્તા રહેતી નથી. પરંતુ આજે દરેકને ઍવું લાગી રહયું છે કે શિવણમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રે જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થઈ રથક્ય છે તે કંઈ રાતોરાત ઉભા થયા નથી. શિક્ષણ સંદર્ભે ચારેબાજુથી જો વ્યાપક નિરાશાનો સૂર પ્રગટ થતો હોય તો અવશ્ય શિક્ષણ માંગે છે પુનઃચિંતન! શિક્ષણમાં ધરમૂળથી ફેરફારની આવશ્યકતા ઉભી થઈ છે. આ ક્ષેત્રે મનોમંથન અને ચિંતન કરવાનો સમય ક્યારનો પાકી ચુક્યો છે. કેટલીકવાર તો ઍવું લાગે છે શિક્ષણક્ષેત્રને પેરેલેસિસ લાગુ પડયો છે અને જેરીતે શરીર લકવાગ્રસ્ત થાય ત્યારે સારા ફીઝીયોથેરાપીસ્ટની જરૂર પડે છે તે જ રીતે શિક્ષવહેત્રે પણ શિક્ષણશાસ્ત્રી ફીઝીયોથેરાપીસ્ટની જરૂર છે. આ ક્ષેત્રે હવે થાંગડથીગડથી ચાલશે નહીં.

વિદ્યાર્થીઓને શાળા/કોલેજોમાં જીવનના પડકારોનો સામનો કરી શકે ઍવું શિક્ષણ અપાય છે? વિદ્યાર્થીઓને જીવનમાં નિષ્કવતા કે દુઃખ આવી પડે તો તે જીરવવાનું શિક્ષણ અપાય છે? વિદ્યાર્થીઓ ઉત્તમ કે જવાબદાર નાગરિક બને તે પ્રકારનું શિક્ષણ અપાય છે? શિક્ષણના જે હેતુઓ છે તે સિધ્ધ થઈ રહ્ના છે? જો આ અને આવા અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર હકારાત્મક મળતા હોય તો ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. શૈક્ષણિક વિકાસના દરમાં આપણો ભારત દેશ ક્યાં છે ? વિશ્વની શ્રેષ્ઠ બસો યુનિવર્સિટીઓમાંથી આપણા દેશની ઍક પણ યુનિવર્સિટી નથી. આપણું ગુજરાત શૈક્ષણિક વિકાસના દરમાં ક્યાં ઉભું છે? અને તેથી જ શિક્ષણ માંગે છે પુનઃ ચિંતન!

કેટલીકવાર લાગે છે કે આપણે પડ્ઢિમનું આંધળુ અનુકરણ કરી રહ્ના છે. સેમેસ્ટર પ્રથા આપણે દાખલ કરી. સારી વાત છે. પરંતુ માસ ઍજયુકેશનમાં ઍ રાક્ય છે? કોલેજમાં ઍક વર્ગમાં ૧૩૦ થી વધીને ૧૬૦ કે ૧૯૫ સુધી વિદ્યાર્થીઓને સમાવવામાં આવતા હોય ત્યાં સેમેસ્ટર સીસ્ટમ સફળ નીવડી શકે? કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓના દિવસો તથા ખૂબ જ લંબાણભરી ઍડમીશન પ્રક્રિયાને અંતે સત્રદીઠ શિક્ષણના ખરેખર દિવસો કેટલા તેનો અભ્યાસ કરો તો નિરાશા સાંપડે ઍમ છે. ઠેર ઠેર ખૂબ જ ઝડપભેર સ્વનિર્ભરતાની હાટડીઓ ખૂલતી જાય છે. જેને પરિણામે કેટલીક જગ્યાઍ લૂંટ અને અરાજકતા પણ જોવા મળે છે. કૂદકે ન ભૂસકે સેલ્ફ ફાયનાન્સ શાળાઓ અને કોલેજો ખૂલતી જાય છે. શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે જેને પરિણામે શિક્ષક જાણે સેલ્સમેન જેવો બની ગયો છે. શિક્ષણ સંસ્થાઓમાં આડેધડ થઈ રહેલા વ્યાપક વધારાને પરિણામે જાણે બેકારોનું ઉત્પાદન કરતાં કારખાનાં કે ફેક્ટરીઓ ખુલી રહી હોય ઍવું લાગે છે. શું આપણે ઍવો સર્વે કર્યો છે કે જુદી જુદી વિધાશાખાના સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પૈકી કેટલા ટકાને સંતોષકારક જોબ મળી છે. આનો જવાબ ખૂબ જ નિરાશાજનક સાંપડશે.

અત્રે ઍ કબૂલવું રહ્નાં કે શિક્ષણના વ્યાપમાં છેલ્લા દશકામાં કે ઍકવીસમી સદીના પ્રથમ ચૌદ વર્ષમાં વ્યાપક વધારો જરૂર થયો છે અને ઍ પણ ખાનગીકરણ દ્વારા. પરંતુ પ્રશ્ન ઍ છે કે ઍમાં ગુણવત્તાને કોઈ સ્થાન છે? માસ ઍજ્યુકેશન દ્વારા જાણે માસ પ્રોડકશન થઈ રહયું છે. શું આજના શિવલમાં જ્ઞાન-કૌશલ્પના વિકારાની કોઈ વાત કરવામાં આવે છે? ભણવું અને ભણાવવું જાણે ઔપચારિક ક્રિયા બનતું જાય છે. શિક્ષણ જાણે ભાવશૂન્ય બન્યું છે. છેલ્લા દશકામાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવ્યું છે. પરિવર્તનની ગાડી તેજ છે. હું પોતે પરિવર્તનનો વિરોવી નથી. સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તન આવશ્યક જ નહીં અનિવાર્ય પણ છે. પરિવર્તન ઍ કુદરતનો ક્રમ છે. ઝડપની શીલ સંદર્ભે દાદા અને પૌત્રની વાત યાદ આવે છે. પૌત્ર અને દાદા કલાકના ચારસો કિ.મી. ની સ્પીડવાળી ઝડપી ટ્રેનમાં બેસે છે. દાદા બારી પાસે બેસીને બહાર જોયા કરે છે. અડધી સફર પૂરી થયા પછી પૌત્ર દાદાને પૂછે છે દાદા બહાર શું જુઓ છો ? ત્યારે દાદા જવાબ આપે છે બહાર કંઈ જ જોતો નથી ફક્ત જોવાની કોશિશ કરૂં છું. બધું ઍટલું ઝડપથી ચાલ્યું જાય છે કે બહાર કંઈ જ દેખાતું નથી. પછી દાદા પૌત્રને શિખામણ આપે છે કે દિકરા જીવનમાં ઍટલી બધી ઝડપ નહી પકડતો કે કંઈ દેખાય જ નહીં. દિકરા, જીવનમાં થ્રીલ કરતાં ડીલનું મહત્વ વધારે છે. ત્યારે મારો શિક્ષણના ક્ષેત્રમાં પડેલા તમામને આ પ્રશ્ન છે કે તમો જે જીવો છો તે ફીલ કરો છો? અને જો ફીલ ન કરતા હોય તો આપણે ક્યાં જઈ રહ્ના છે તેનું ચિંતન કરવાનો સમય પાકી ગયો છે.

આજે વિદ્યાર્થીઓને મૂલ્યલલ્લી શિક્ષણ આપવાની વાતો થાય છે. નૈતિકતાનું શિક્ષણ આપવામાં નથી આવતું ઍમ કહેવાય છે. પરંતુ વિદ્યાર્થીને બાળમંદિરમાં ઍડમીશન આપવામાં આવે ત્યારથી જ જો ડોનેશનની વાતો થતી હોય ત્યારે ડોનેશન આપીને ઍડમીશન મેળવનાર કે અવારનવાર ડોનેશનની વાત સાંભળનાર વિદ્યાર્થીના મગજમાં મૂલ્યલક્ષી શિક્ષણની વાત કેટલી ઉતરશે તે પણ ઍક પ્રશ્ન છે. ડગલે ને પગલે ચારેબાજુ શિક્ષકને ઓછો પગાર, વધુ પગાર પર સહી કરાવીને પાછો લઈ લેવામાં આવતા પગારની વાત સ સાંભળતા સાંભળતા ઍ મૂલ્યલથીતાના પાઠો શીખી શકશે ખરો? મને ઍમ લાગે છે કે શિક્ષલનું પતન થઈ રહયું છે ઍ વાત હવે જૂની થઈ ગઈશ છે. શિક્ષણ અંગેના ચિંતનની વાતો નીકળી છે ત્યારે કેટલીક ચોંકાવનારી વાતો તરફ મારે તમારું ધ્યાન દોરવું છે. મેવાલય રાજયમાં ચંદ્રમોહન ઝા નામની વ્યક્તિઍ હોન નામની યુનિવર્સિટીની સ્થાપના ૨૦૦૯ માં કરી મને ૨૦૧૨-૨૦૧૩ માં ૪૩૪ જેટલી આ યુનિવર્સિટીઍ ભ્ત્ર્.ઝ઼. ની ડીગ્રી ઍનાયત કરી દીધી. રાયલા સીમા યુનિવર્સિટીઍ બે વર્ષમાં ૨.૫૦૦ ભ્ત્ર્.ઝ઼. ની ઉપાધિ ઍનાયત કરી. આંધ્રની ૨૩ ખાનગી યુનિવર્સિટીઓઍ પાંચ વર્ષમાં ૩૮૦૦૦ ઉમેદવારોને ભ્ત્ર્.ઝ઼. માં ઍડમીશન આપ્યું અને ઍમાંથી અડધાને ભ્ત્ર્. ઝ઼. ની ડીસી પણ આપી દીધી. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં તે આનું નામ !! અહી આર્યમ શુંશિક્ષલનું આટલું બધું અવમૂલ્યાંકન !!

શિક્ષણનું ચિંતન કરવા બેઠા છે ત્યારે ખ્યાતનામ પત્રકાર અરૂણ શૌરી શિક્ષણ અંગે શું કહે છે તે જુઓ. ભારતનું ઉચ્ચતર શિક્ષણ ખૂબ જ નિમ્ન સ્તરનું થઈ રહયું છે દિલ્હીના મથુ કિસાવહ ઍક અખબારી નિવેદનમાં જણાવે છે કે ભારત શિક્ષણનું સ્તર ગુમાવી બેઠું છે. બેંગ્લોરની વિપ્રો કંપનીઍ મેટ્રો શહેરોની સાધનસંપન્ન શાળાઓનો સર્વે કર્યો અને ઍનું તારણ ઍવું નીકળ્યું કે સાધનસંપન્ન શાળાઓ પણ ગુણવત્તાની બાબતમાં ભહુ જ પાછળ છે.