અફઘાની શાસન
- byDamanganga Times
- 01 March, 2025

ચસ્મે બદૂર
કશ્મીર
ડો. રાધિકા ટીક્કુ, વલસાડ
કાશ્મીરનું ભાગ્ય સદા આક્રમણની હાલતમાં પીડાતું રહ્નાં. યુદ્ધો પણ થતાં રહ્નાં.વિવિધ ધર્મો, વિવિધ જાતિઓઍ કાશ્મીર ઉપર સતત આક્રમણ કરીને શાસનનો દોર સંભાળ્યો. કશ્મીર પ્રદેશ ઉપર અફઘાની શાસકોને પણ બારે મજબૂત પકડ રહી. અફઘાન સમયગાળામાં તેમનો સિતારો ચમકતો રહ્ના. હિન્દુસ્તાન પર નાદેર શાના હુમલા સમયે ઘણી બધી ઘટનાઓનો ચક્રવ્યૂહ રચાયો્. કરનાલનું ભીષણ યુદ્ધ પૂરું થયું પછી કાબુલ અને પેશાવરનો મહત્તમ હિસ્સો દીનારશા પાસે રહ્ના. આ સમયગાળામાં કશ્મીરમાં યુદ્ધની ગૂંચ વધુ ઊભી થઈ ત્યારે સ્થિતિ વધુ બગડેલ ત્યારે મોગલ સુબેદાર રાજ્યની કમાન સંભાળવા શક્તિમાં નહીં રહ્ના અને પછી કશ્મીરની રાજ્યધૂરા ઇનાયતુલ્લા ખાનને કાશ્મીરના સુબેદાર બનાવ્યા. ફકરુદ્દોલાહ ભાગીને લાહોર જતા રહ્ના અને તેમણે ત્યાંના સ્થાનિક પઠાણો સાથે મંડળ રચ્યું. સેના બનાવીને ફરીથી કશ્મીરમાં પોતાની સત્તા સ્થાપવાનો મનસુબો કર્યો ઍના માટે ઍમણે મહેનત તો ખૂબ જ કરી અને જબરજસ્તીથી પોતાની રણનીતિ પણ અપનાવી. કુટીલ રાજનીતિ પણ રમી લીધી. જોકે નાદિર સાહેબ પણ મદદ કરી. તેઓઍ ગુજરો અને પઠાણોની સહાયતાથી કશ્મીર ઉપર કબજો લઈને તેમાં નાદેર શાનો હિસ્સો પણ અમુક અંશે ઘોષિત કર્યો. નાદેર શાના રાજમુદ્રા ના સિક્કા બનાવીને પોતાને કાશ્મીરના સુબેદાર પણ બની બેઠા અલબત્ત કાશ્મીરની પ્રજાઍ ઍમની સામે બગાવતનો વિદ્રોહ પણ દાખલ કર્યો. પરંતુ સુબેદાર ઍ કપટ કરીને રાત રમત રમીને આવી દ્રોહને શમાવી પણ દીધો. ઍમાં સાથે મોગલ બાદશાહ સાથે સંધિ થઈ ત્યારે ઍનાઈ તુલના ખાનને ફરીથી કશ્મીરના સુબેદાર રૂપે નિયુક્ત કર્યા. સને ૧૭૩૯ માં ફકરુદ્દીન ૪૦ દિવસ માટે નાદેર શાહના પ્રતિનિધિના રૂપે કાશ્મીરના સુબેદારની ગાદી સંભાળી અને પછી મસાલતો અને સમજાવટો પર ઍમણે રાજગાદી છોડી પણ લીધી. થોડા જ સમય પૂરતું સંકટ ટળી ગયું, પરંતુ લગાતાર મુગલ શાસનની કમજોરી થતી રહી. નબળું શાસન થયું અને સતત વધતી રહેલી તીવ્ર અફઘાની શાસકની રાજા બનવાની મહત્વકાંક્ષાઓથી કાશ્મીરની ભૂમિમાં અફઘાની શાસનના મૂળિયા ઊંડે ઊતરતા રહ્નાં. કેન્દ્રીય શાસન નબળું થતાંની સાથે જ કાશ્મીરના સુબેદાર સ્વતંત્ર પ્રભુ સત્તાની જેમ વ્યવહાર કરવા લાગ્યા. જેથી અંદરો અંદર પ્રજાકીય રોષ સાથે બળવાઓ ઊભા થતા રહ્ના. જામિયા મસ્જિદ સામે લોક યુદ્ધ થયું. તલવારો ઊઠી . ખૂનખરાબા થયા અને મેદાનોમાં રાજા ઇનાયતુલ્લા અને અન્ય લોકો પણ માર્યા ગયા. તે સમયે પ્રજા બેબાકળી બની ગઈ અને ડરથી ? કાંપી ઊઠી. આ સમયમાં પહાડી વિસ્તારની ખડતલ પ્રજા ખાખા, મોંબા ગુજ્જર અને કિશ્તવાડી સૈનિકો પણ વિદ્રોહમાં જોડાતા રહેલ. ચારે દિશામાં અંદાધૂંધી ફરી વળી અને ભારે અરાજકતા ફેલાઈ. દિલ્હીના સુબેદાર મનસુર ખાન પણ ઍ પ્રકારની અરાજકતાને નાબૂદ કરવા માટેના ખૂબ પ્રયાસો કર્યા અને અબૂ બરકતને ગિરફતાર કરીને દિલ્હી મોકલી દીધા છતાં પણ શાંતિ તો લાંબા સમય સુધીમાં કાશ્મીરમાં ટકી જ નહીં શકી.
સને ૧૭૪૮ના સમયગાળામાં સુબેદાર ખાનના શાસનમાં લૂંટમાર અને અશાંતિનો માહોલ બિલાડીના ટોપની જેમ વધી રહ્ના. ઍમ તો મોગલ શાસન કાળમાં કુલીન શાલીન મુસ્લિમો માટે પણ પ્રતિકૂળ વાતાવરણ રહ્નાં. ઍમને જાણી જોઈને સત્તા પ્રતિષ્ઠાથી અલગ કરી દીધેલ હતા. પરંતુ આ સમયે પણ મુસ્લિમોની ઘણી બધી વસ્તી વેપારમાં જોડાઈને આર્થિક સધ્ધરતા પ્રા કરવામાં વ્યસ્ત રહી હતી. વેપારના વ્યાપને લીધે આર્થિક બારીઓ ઍમને માટે ખુલતી રહી અને ઍક મજબૂત વેપારી મુસલમાન સમુદાય મોગલ શાસન તરફ દુશ્મનાવટ પણ રાખતા હતા અને બીજી તરફ કાશ્મીરી પંડિતો મોગલ શાસનનો વધુ લાભ લઈને રાજકીય આર્થિક રીતે વધુને વધુ સદર થતા રહ્ના. આ પણ ઍક વર્ગવિગ્રહની વાત થઈ કહેવાઈ. મોગલ શાસનથી પણ પ્રજાનું શોષણ થતું રહેવાથી રાજકીય ઊથલપાથલ થતી રહી. રાજ્યમાં વારંવાર ખટપટ થતી રહી. જેથી મુસ્લિમોઍ અફઘાની સત્તાનો દોર કશ્મીરમાં સ્થપાય ઍ માટે વિશેષ મંત્રણાઓ પણ થતી રહી. ગુ રીતે રાજકીય આવેદનો લેખિતમાં અપાતા રહ્ના. લાખ લાખ રૂપિયાની મોટી મોટી લાંચ પણ અપાતી રહી. કાશ્મીરના સોપિયન વિસ્તારમાં બંને સેનાઓ વચ્ચે સતત ૧૫ દિવસ સુધી યુદ્ધ પણ થતું રહ્નાં અને લોહિયાળ જંગ રેલાતો રહ્ના.
સને ૧૭૫૩ માં કશ્મીર મોગલ શાસનના હાથમાંથી નીકળીને અફઘાનના હાથમાં જતું રહ્નાં. અફઘાની શાસનમાં કાશ્મીર સામાન્ય રીતે દેશનો અભિન્ન હિસ્સો નહીં પણ ઍક મહત્વના પ્રાના સ્થાને પણ રહી ચૂક્યું. લોકો ભારે અવ્યવસ્થા અને રાજકીય અનિડ્ઢિતતાથી સતત સંઘર્ષ કરી દેતા હતાં. અફઘાની શાસકો માટે કાશ્મીર તો પોતાના યુદ્ધ અભિયાનો માટે, લૂંટફાટના આસાન શિકાર ગૃહ જ બની રહ્નાં હતું. અફઘા નોના કુલ ૬૭ વારસોમાં પાંચ અફઘાન શાસકો અહમદ શાહ દોરાની (૧૭૫૩-૭૨ )તે મોરચા (૧૭૭૨-૯૩ )જમાન શાહ (૧૭૯૩ -૧૮૦૦ )અને શાહ સોજા તથા મહંમદ શાહ થયા. કાશ્મીરમાં ૨૯ સુબેદાર અને અફઘાન શાસનમાંના સમયમાં તેમને સાહીબકાર કહેવાતા. ઍમાં સૌથી લાંબા શાસનકાળ લાંબા (સાડા આઠ વર્ષ )૧૭૫૩ માં સુબેદાર બનેલ રાજા સુખજીવન ખાન રહ્નાં. તેમણે સ્વયમ પોતે જ જાતે જ પોતાને સ્વતંત્ર રાજા જ ઘોષિત કરીને સત્તા સંભાળી લીધેલ હતી. આ ઍક પ્રકારની આપખુદી ભર્યું વાતાવરણ રહ્નાં. અફઘાની સુબેદારો તેઓ અતિશય સ્વાર્થી હતા. ખૂબ લાલચુ હતા. તેમણે કાશ્મીરના ગરીબ લોકો પાસેથી જેટલું ધન કમાઈ લેવું હતું ઍટલું બધું ચૂસી લીધું હતું. જલ્દીથી જલ્દી તેમને ધનનું શોષણ કરવું હતું. ઍમને ઍ ડર હતો કે, રાજકીય અંદાજ સુધીમાં કાબુલના કોઈપણ શાસક પાછા રાજમાં આવી જાય તો પછી કોઈપણ સુબેદાર બની જાય.. ઇતિહાસકારોઍ પણ નોંધ્યું છે કે, અફઘાની શાસનનો રાજ્યદોરમાં શાસન સૌથી વધુ બર્બર બેહદ અશાંતિ ભર્યું, લૂંટમાર ભર્યું રહ્નાં હતું. બિચારી કશ્મીરી પ્રજાઍ તો ઍ સ્વપ્ન જોયું હતું કે, હવે મોગલ શાસનનો અંત આવશે તો કાશ્મીરમાં સ્થિરતા અને શાંતિ સ્થપાશે. પરંતુ અફઘાન શાસનનો અનહદ અસય અત્યાચારનો દોર વધુને વધુ લંબાતો રહ્ના.
કાશ્મીરને ખૂબ ખરાબ રીતે લૂંટીને તેઓ હીરા, ઝવેરાત ,ઍક કરોડથી પણ વધુ રકમ જ કરીને સઘળો માલ સમાન જ કરીને અબ્દુલ્લા ખાન અફઘાનિસ્તાન પોતાના મુલકમાં જતા રહ્ના. આમ, કાશ્મીરમાં સતત ચોરી પણ થતી રહી. આવી તીવ્ર લૂંટપાઠમાં કાશ્મીરી પ્રજાનો તો કોઈ પણ હિસ્સો બચ્યો નહીં. આ ઍક પ્રકારની કરૂણતા રહી. આ લૂંટફાટના શિકાર જે મુસ્લિમ વેપારી વર્ગ થયો. ઍમણે પોતે સામે ચાલીને જ અફઘાનોને કશ્મીર આવવાનું અને રાજ્ય કરવાનું નિમંત્રણ પણ આપેલું હતું. આ ઍક વિસમતા રહી. કાશ્મીરના દ્રશ્યપટલ ઉપર જે રીતે મીઠી વાંસળી વાગતી હતી, તે જ સૌંદર્યના પ્રદેશમાં અફઘાનાઓ તોફાની તાંડવ અફઘાનોના ઉપદ્રવ ,સતત વધતો રહ્ના અને ઍમાં પ્રજા ભીંસાતી રહી અને ઍમનો શાસક સમય તો વળી ઘણો જુલમી રહ્ના. તેઓઍ પોતાની કર્કશ વાણીથી કયામત આવી જાય તેવું કલૂષિત રાજકારણ પણ રમી લીધું. અફઘાન શાસનમાં દરેક પ્રજાનું વર્ગ દુઃખી થયું અને કાશ્મીરી પંડિતોનું પણ સામૂહિક વિસ્થાપન શરૂ થયું. મુસ્લિમો પણ હિન્દુઓ સાથે હિજરત કરતા રહ્ના અને અન્ય પહાડી વિસ્તારમાં નિવાસી થતા રહ્નાં. જેના ઉદાહરણરૂપે કશ્મીરના ગિલગીટ વિસ્તારમાં સૌથી વધુ મુસલમાનો જઈને વસી ગયા. સિંધુ ઘાટીના હોદરમાં કાશ્મીરી મુસલમાનોની વસ્તી પણ બની. આ જ દોરમાં અમુક કાશ્મીરી પંડિત સમુદાયો કાંગડા અને ચંબાના હિમાચલના વિસ્તારમાં જઈને નિવાસી થઈ રહ્ના અને જે ૧૮મી સદીમાં ત્યાંના રજવાડાના પ્રમુખ પદે નિયુક્ત થઈને રહ્ના. કારણ કે, કાશ્મીરી પંડિતોનું વકતૃત્વ કૌશલ્ય જોઈને ઍમણે રાજ દરબારમાં પણ નોકરી મળતી રહી. કાશ્મીરી પંડિત સમુદાયની સામૂહિક સ્મૃતિમાં અફઘાન દોડની ઘટનાઓ વિકૃત રૂપે દસ્તાવેજી કરણ થયેલ. તે સમય તેઓ મુસ્લિમો સાથે પણ દોસ્તી કરી લેતાં અને પછી તેમને દગો આપતા હતા અને પોતાની પ્રમાણિકતા સાબિત કરવા માટે તેઓ સહિષ્ણુ બનવાનો પણ નાટકખેલ રચી લેતા હતા. પરંતુ તેઓ કાયમ દગાબાજી અને કપટ જ ખેલી રહ્ના હતા. અફઘાની શાસનના ઇતિહાસમાં સતત ષડયંત્રો, હત્યાઓનો સિલસિલો લૂંટના દર્દના કિસ્સાઓ થઈ રહ્ના. છડેચોક લૂંટ થતી રહી.
મોગલકાળમાં જે રીતે કાશ્મીરી પંડિતોઍ સત્તા પ્રતિષ્ઠા અને મુખ્યત્વે રાજેશ્વર વિભાગમાં ઉચ્ચપ્રદેશ બિરાજવા અગ્રેસર રહ્નાં. દુરબાનીના દરબારમાં નૂરત દિનના ખાનના સમયમાં બે મુખ્ય કાંઠના સમયે વજીર બનાવવામાં આવ્યો. જેમાં પંડિત પણ મુખ્ય વજીર બન્યાં. બંને કશ્મીરી વજીરોની વચ્ચે ક્યારેય મેળ રહ્ના નહીં. જેથી કૈલાસ ધરે મીર મૂકીની હત્યા કરાવી અને છાસવારે હત્યા, ખૂન કરાવવાનો ખેલ રાજ્યમાં શરૂ થઈ ગયો. અહીં અફઘાની શાસકો અને કાશ્મીરી પંડિતો વચ્ચે પણ સમજાવટ અને ફરી પાછા યુદ્ધ અને ઝઘડાઓ પણ ખૂબ થતાં રહ્નાં.
ધર્મ અને રાજનીતિના ઉભય તત્વો સાથે ઍમ તો હિન્દુ અને મુસલમાન ઍમ બંને જાતિઓ અફઘાનોની લૂંટના શિકાર થતા રહ્ના. પરંતુ પોતાની જ સ્થિતિ મજબૂત કરવા માટે ષડયંત્રોમાં હિસ્સા લેવાની સાથે અફઘાની સામંતોને શોષણની પ્રક્રિયામાં કાશ્મીરી પંડિતોઍ ખભે ખભા મિલાવીને પૂરેપૂરી મદદ કરી. આ કેવી દુષ્ટતા રહી હશે !!! પંડિત દીલારામ કૂલી પોતાની ઉચ્ચ રાજકીય સ્થિતિ ટકાવી રાખવા માટે ગંદી રાજનીતિના ખેલ પણ ખુલ્લેઆમ રમતા રહ્ના. પંડિતોને સત્તાનો ભારે નશો હતો અને સત્તા પામવા માટે તેઓ કોઇ પણ નીચલી કક્ષા સુધી જવાને તેઓ શક્તિમાન હતા. આમ પ્રજાના ભોજન ચાવલની કિંમત પણ આઠ ગણિતથી પણ વધી ગઈ. પ્રજા વલખા મારતી રહી. અહીં અન્નની અછત પણ ઊભી થઈ. ભૂખમરો વ્યાપી રહ્ના. નાની સરખી વાત ઉપર જો પ્રજા ન્યાય માટે અવાજ જરા પણ ઉઠાવે તો સીધા મૃત્યુ દંડની સજા ફરમાવવામાં આવતી. જેથી પ્રજા ફફડી ઊઠી. પ્રજાને મદદ કરવાની કે સહયોગના સ્થાને પંડિતો પણ અફઘાની શાસકોની લૂંટમાં ખાસ્સા ઍવા સહભાગી થતા રહ્ના.
સત્તા ટકાવી રાખવા માટે પંડિતોઍ શિયા અને સુન્ની મામલાને વધુને ઉશ્કેરીને દેખાવો કર્યા. તેમની આગ વધારતા રહ્નાં. જેમાં હાફિઝ કમાલનો સહયોગ લીધો. આ જ ઓફિસ કમાલની સાથે પણ છેલ્લે તેમણે દગો કર્યો અને શ્રીનગરના મુખ્ય ઉપદેશક રહેલા હાફીસ કમાલને ખલીફા વિરુદ્ધ સજા ફરમાવી. તેમના વાળ ઉતારીને શ્રીનગરની સડક ઉપર ગધેડા ની સવારી કરાવીને ટકલો કરીને માર મારીને અને તેમનું અપમાન કર્યું અને છેલ્લે તડપાવીને મોતને ઘાટ ઉતાર્યા. પંડિતો સાથેના સઘન સહયોગથી અફઘાનોનું ઍક જુલમ ભર્યું શાસન રહ્નાં. ઍ ઐતિહાસિક હકીકત પણ છે. રાજકીય ઉતાર ચડાવ, હુમલા, બળવાઓ, પ્રજાકીય આંદોલનો, હિંસક દબાણોના વાતાવરણના સામ્રાજ્યમાં ૧૫ જૂન ૧૮૧૯ માં અફઘાનોના હાથમાંથી કાશ્મીરની સત્તા શીખોના હાથમાં ગઈ. જો કે ઍ કાશ્મીરનું સદભાગ્ય પણ રહ્નાં હશે. કારણ કે અફઘાની શાસનમાં કશ્મીર બેહાલ બન્યું હતું. અફઘાની શાસનની નૈતિકતાઓ, કાશ્મીરી પંડિતોનું સ્વકેન્દ્રીત લોકમાનસ, લુચ્ચાપણું, ખંધાઈ, સ્વાર્થની અંતિમ ઊંચાઈ, રાજકીય સત્તા મેળવવાની લાલસા, હરિફાઈ, ચડસાચડસી, સ્વાર્થ, વફાદારી ગદ્દારીમાં શાસન સતત જુમતૂં રહ્નાં. ઈતિહાસની તારીખમાં ત્રાસ, જુલમ ,રાક્ષસી તાંડવ લોહિયાળ નદીઓ, શોષણની તીવ્રતા અફઘાનિ શાસનના રાજમાં ઍક દુર્ગંધ ફેલાતી રહી.