Damanganga Times.

Damanganga Times.

May 19, 2025

થાય તે કરી લો..વાપીમાં પેસેન્જરને લીધા બાદ જ લકઝરી હટશેની દાદાગીરી !?

થાય તે કરી લો..વાપીમાં પેસેન્જરને લીધા બાદ જ લકઝરી હટશેની દાદાગીરી !?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૭ઃ વાપી હાઇવે સર્વિસ રોડ ઉપર બેફામ ખાનગી લક્ઝરી બસના સ્ટોપેજથી ટ્રાફિક જામની સમસ્યા સાથે અકસ્માતનું જોખમ વધી જવા પામ્યો છે.

વાપીમાં ટ્રાફિકની સમસ્યા કઈ નવી વાત નથી પરંતુ વાપીના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ પેપીલોન ચોકડીથી બલીઠા જુના જકાતનાકા સુધીના માર્ગ ઉપર બંને સાઈટે બે હાઈવે ઓવરબ્રિજ આવેલા છે અને સર્વિસ રોડ આવેલ છે જ્યાં હાઇવે ઓથોરિટી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા તેમ જ અકસ્માત ન થાય તે માટેની તકેદારી માટે અહીં સર્વિસ રોડ ઉપર ભારે વાહનની અવરજવર ન થાય તે માટે લોખંડના બેરીકેટ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ જાહેરાત બાદ લગભગ ઍક વર્ષ બાદ માત્ર વલસાડથી વાપી તરફ આવતા સર્વિસ રોડ ઉપર આ લોખંડનું બેરીકેટ લગાવાયું પરંતુ માત્ર ગણતરીના કલાકમાં જ તેને ઍક રેડીમિક્સ સિમેન્ટ કોંક્રેટના મિક્સર કન્ટેનર દ્વારા તોડી પડાયું હતું. ત્યારબાદ ફરીથી કેમ નહીં લગાવાયું તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્ના છે ત્યારે હાલમાં આ માર્ગ ઉપર બોક્સ ગટર બનાવવાની કામગીરી તેમજ રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલે છે પરંતુ અહીં કોપરલી ચાર રસ્તા પેપીલોન હોટલથી બલિઠા જકાતનાકા સુધીના હાઇવે સર્વિસ રોડ ઉપર રોજેરોજ બેફામ ખાનગી લક્ઝરી બસ ગમે ત્યાં પાર્ક કરી દેવામાં આવે છે જેને લઇ ટ્રાફિક જામની સમસ્યા તેમજ અકસ્માતો થઈ રહ્ના છે જ્યારે આજે આ માર્ગ ઉપર ઍક ખાનગી બસ પાર્ક કરી દેવાતા અહીં ટ્રાફિકજામની ભારે સમસ્યા ઉભી થવા પામી હતી જોકે આ સમયે ઍક પણ ટ્રાફિક પોલીસ કે હોમગાર્ડ, ટીઆરબી જવાન પણ જોવા મળ્યો ન હતો. આ સમયે અહીં સર્વિસ રોડ ઉપર આવેલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ ઍક ખાનગી કારમાંથી દર્દીને ઉતરવા માટે પણ કોઈપણ સગવડ ન મળતા આ બસ જ્યાં સુધી પસાર ન થઈ ત્યાં સુધી દર્દીઍ કારમાં જ રહેવું પડ્યું હતું. જોકે આ અંગે દર્દીના સંબંધીઍ લક્ઝરી બસના ચાલકને બસ આગળ લેવા રજૂઆત કરી હતી પરંતુ બસ ચાલક દ્વારા તેની વિનંતીને પણ નકારી કાઢી હતી જોકે આ સમયે અહીં ભારે ટ્રાફિકની સમસ્યા ઉભી થવા પામી હતી. આવા ખાનગી બસ ચાલકની દાદાગીરીને લઇ અહીં કાયમી  ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે જેને લઇ હવે વલસાડ જિલ્લા પોલીસવડા વાપી વિભાગના ટ્રાફિક માટેની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આગળ રહેતા ઍવા ડીવાયઍસપી દવે અને વાપી મહાનગરપાલિકાના વહીવટદાર તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકો તેમજ વહનચાલકો માંગ કરી રહ્ના છે જોકે આ સર્વિસ રોડ ઉપર સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના નાણા ઉર્જાને પેટ્રો કેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની સુચના બાદ લોખંડના બેરીકેટ લગાવવા જણાવ્યું હતું તેને પણ હાઇવે ઓથોરિટી કે ટ્રાફિક પોલીસ દ્વારા નહીં ગણકારવામાં આવતું હોવાની સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.