Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ઉમરગામની ઍમ.ઍમ. હાઇ.માં બોર્ડના વિદ્યાર્થીઅોને પરીક્ષાની શુભકામના અપાઇ

ઉમરગામની ઍમ.ઍમ. હાઇ.માં બોર્ડના વિદ્યાર્થીઅોને પરીક્ષાની શુભકામના અપાઇ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૭ ઃ ઉમરગામ ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત ઍમ. ઍમ. હાઈસ્કૂલ, ઉમરગામ ૨૭  ફેબ્રુઆરી ૨૦૨૫ થી ઍસ.ઍસ.સી.ની પરીક્ષાનો આરંભ થઈ ચૂક્યો છે . આજ રોજ તા. ૨૭/૦૨/૨૫ ઍ સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ બારી, મંત્રી ઉલ્લાસભાઈ ટંડેલ તથા ખજાનચી બંકિમભાઈ શાહ અને શાળાના આચાર્ય અલ્પેશકુમાર પટેલ, સહ આચાર્ય શ્રીમતી જેસલ  શાહ, સુપરવાઈઝરશ્રી નિતીનભાઈ પટેલ,  પ્રસાદભાઈ ઢાપરે તથા શાળા પરિવારે  શાળાના તેમજ અન્ય શાળાના ગુજરાતી,  અંગ્રેજી  અને હિન્દી માધ્યમનાં  આશરે ૬૫૩ વિદ્યાર્થીઓને  પુષ્પ તથા ચોકલેટ આપી ઍમને આશીર્વાદ આપ્યા હતા. દરેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થાય ઍ માટે શુભેચ્છાઓ આપી હતી. આ તબક્કે શાળામાં મેડિકલ ટીમ અને પોલીસ ટીમ પણ હાજર હતી તેમજ શાળામાં નિરીક્ષક તરીકે ઈજનેરી કોલેજના પ્રોફેસર હાજર રહ્ના હતા.