Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

પારડીમાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

પારડીમાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૭ ઃ પારડીમાં આવેલ ડીસીઓ હાઇસ્કુલમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને પારડી ઍજ્યુકેશન સોસાયટી પારડી વરિષ્ઠ નાગરિક મંડળ અને પારડી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોકલેટ તથા બોલપેન સાથે ચાંદલો કરી પરીક્ષામાં પાસ થવા માટેની શુભકામનાઓ પઠાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓઍ પણ વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા અને બાદમાં પોતાના બ્લોકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા ના પ્રશ્નપત્ર આપ્યા હતા અહીં ડી સી ઓ સાર્વજનિક હાઈસ્કૂલ ના મુખ્ય ગેટ પાસે વહેલી સવારમાં પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ પટેલ ટ્રસ્ટી જય પ્રકાશભાઈ દેસાઈ  અને સભ્યોની ઉપસ્થિતિમાં ધોરણ ૧૦ ની પરીક્ષા આપવા માટે આવનારા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ચોકલેટ અને બોલપેન આપવામાં આવી હતી. શિક્ષકોઍ બાળકોને ચાંદલો કર્યો હતો તમામ મહાનભાઓઍ બાળકોને સારા પરિણામ માટે શુભકામનાઓ આપી હતી.  ડીસીઓ હાઈ સ્કૂલમાં કુલ ૧૫ બ્લોક ફાળવવામાં આવ્યા છે જેમાં ઍક બ્લોક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે છે આજે ૩૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી ઍક પણ વિદ્યાર્થી ગેરહાજર રહ્ના નથી.