નરોલીના બાલેશ્વર મહાદેવ મંદિરમાં શિવકથાનું સમાપન
- byDamanganga Times
- 28 February, 2025
.jpg)
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
સેલવાસ,તા.૨૭ઃ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં આવેલ બાલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આદિત્ય ઍનજીઓ દ્વારા સાત દિવસીય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર પ્રસંગે પૂજ્યભાઈ રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય હરેશભાઈ ભોગાયતાઍ પોતાનાં મધુર અને ઓજસ્વી વાણી દ્વારા ભક્તજનોને શિવકથાનું રસપાન કરાવ્યું હતું.
આ શિવકથાના ગાળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. કથાના સમાપન દિવસે આદિત્ય ઍનજીઓના અધ્યક્ષ જુલી સોલંકી અને યોગેશસિંહ સોલંકી દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. સમાપન બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓઍ ભાગ લઈને ધાર્મિક અનુભૂતિ મેળવી હતી.