Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ધરમપુરમાં ધારાસભ્ય અને પાલિકાના સભ્યોઍ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી

ધરમપુરમાં ધારાસભ્ય અને પાલિકાના સભ્યોઍ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૨૭ ઃ   આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા ધો. ૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ માનસિક તનાવ વિના હળવાફૂલ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે આસુરા સરદાર પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે વિદ્યાર્થીઓનુ મો મીઠું કરાવી તિલક કરી શુભેચ્છા પાઠવી હતી જ્યારે નગરપાલિકા હાઇસ્કુલ ખાતે તાજેતરમાં ચૂંટાયેલા પાલિકાના સભ્યો તેમજ શહેર પ્રમુખ અમિતભાઈ ચોરેરાઍ વિદ્યાર્થીઓને મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી તે ઉપરાંત ઍસઍમઍસઍમ હાઇસ્કુલ, રાધાબા વિદ્યાલય, માલનપાડા સ્વામિનારાયણ ગુરુકુલ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પહેલા સ્થળ સંચાલકો તેમજ શિક્ષકોઍ વિદ્યાર્થીઓને તિલક કરી મો મીઠું કરાવી માનસિક તણાવ વગર પરીક્ષા આપે ઍવી શુભેચ્છા પાઠવી હતી જ્યારે ધરમપુરના તમામ પરીક્ષા સેન્ટરો પર ધરમપુર પોલીસ મથકના પી આઇ નિખિલભાઇ ભોયા માર્ગદર્શન હેઠળ પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.