વાપીમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૭ ઃ વાપીમાં આજથી શરૂ થયેલ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમજ સીસીટીવી કેમેરા નજર હેઠળ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું કંકુના તિલક કરી મીઠું કરાવી ફૂલ આપી ભવ્ય સ્વાગત કરાયું જેમાં ધોરણ ૧૦ ના ૧૪,૯૬૭ વિદ્યાર્થીઓ પૈકી ના ૧૪,૭૧૧ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી હતી જ્યારે ૨૫૬ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા તેવી જ રીતે ધોરણ ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં કુલ ૫૬૮૧ વિદ્યાર્થી પૈકી ૫૫૬૦ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી અને ૧૧૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા.
આજથી ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ છે જેમાં સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર તેમજ પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી આજે વલસાડ જિલ્લાના વાપી ઝોનમાં ધોરણ ૧૦ ની સવારે પરીક્ષાઓ શરૂ થઈ હતી જેમાં વાપી ચંદ્ર પરથી કુલ ૧૪,૯૬૭ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપવા માટે ના ફોર્મ ભર્યા હતા જે પૈકી ૧૪,૭૧૧ વિદ્યાર્થીઓઍ પથમ દિવસે પરીક્ષા આપી હતી જેમાં ૨૫૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા આ વિદ્યાર્થીઓમાં કુલ ૫૯ વિદ્યાર્થીઓ દિવ્યાંગ હતા જે પૈકીના ૫૫ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી અને ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા તેવી જ રીતે બપોરે ત્રણ થી છ કલાક દરમિયાન ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના કુલ નોંધ નોંધાયેલા ૫૬૮૧ વિદ્યાર્થી પૈકી ૫૫૬૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપી હતી અને ૧૧૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા આમ વાપી ઝોનમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં પ્રથમ દિવસે કોઈપણ જાતની સમસ્યા કે કોપીરાઇટના કેસ સિવાય પૂર્ણ થઈ હતી.