વેલવાચથી સુરતની સગીરાનું અપહરણ
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ,તા.૨૭ઃ વલસાડના વેલવાચ ગામે રહેતા સાળાના ઘરે રહેતી સુરતની ૧૬ વર્ષીય સગીરાનું કોઈ અજાણ્યા ઇસમ અપહરણ કરી લઈ જવાની ઘટના બનતા વલસાડ રૂરલ પોલીસમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધવા પામી છે.
સુરતના ઉગડ ભેસણ શેડ પંડિત દિન દયાળ નગર કે બિલ્ડીંગ ઘર નંબર ૫૦૫માં શૈલેષભાઈ લલ્લુભાઈ પલાસ રહે છે. શૈલેષભાઈ પલાસની ૧૬ વર્ષે દીકરી વલસાડ તાલુકાના વેલવાચ ગામે રહેતા સાળા દરબાર તાનસીંગ ભુરીયાના ઘરે રહે છે. કઈ તારીખ તા.૧૨/૦૧/૨૦૨૫ ના રોજ કલાક ૦૯/૩૦ થી કલાક ૧ ૨ કલાકે કોઈ અજાણીઓ ઈસમ તેને ભગાડી લઈ ગયો કે ક્યાં ચાલી ગયેલ છે તેને ખબર નથી. ૧૬ વર્ષીય સગીરાને શોધવા માટે પરિવારજનોઍ ઍસટી ડેપો રેલવે સ્ટેશન, સગા સંબંધી મિત્રો ને ત્યાં તપાસ કરવા તેમ છતાં સગીરા મળી નહીં આવતા વલસાડ રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.