Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

નાંધઇ ભૈરવી મેળામાં મહિલાની સોનાની ચેઇન ખેîચાઇ

નાંધઇ ભૈરવી મેળામાં મહિલાની સોનાની ચેઇન ખેîચાઇ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ચીખલી,તા.૨૭ઃ ખેરગામ તાલુકાના નાંધઇ મંદિર ખાતે મહાશિવરાત્રીના મેળામાં બે અજાણ્યા શખ્સોઍ ઍક મહિલાની સોનાની ચેઇન તોડી નાસી છૂટ્યા હોવાની ઘટના ખેરગામ પોલીસ દફતરે નોંધાવા પામી છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ધરમપુર તાલુકાના નગારીયા સરકારી દવાખાના પાછળ રહેતી કંકુબેન સુખાભાઈ પટેલ ઉ.વ. ૫૧ જેઓ નાંધઈ ભૈરવી ગામે આવેલ ગુેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને જઈ રહ્ના હતા. દરમિયાન બપોરના સમયે બે જેટલા અજાણ્યા શખ્સોઍ કંકુબેને ગાળામાં પહેરેલ સોનાની ચેઇન આશરે ૧૦.૦૭૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ જે ખેંચી તોડી ચોરી કરી નાસી છૂટેલ હોય જે ઘટનાની ફરિયાદ ખેરગામ પોલીસ મથકમાં નોંધાતા ખેરગામ પોલીસ મથકના પોસઇ ઍમબી ગામીતે વધુ તપાસ હાથ ધરી છે.