ભીલાડના લગ્ન મંડપમાંથી બાળકનું અપહરણ કરનાર આરોપીના જામીન અરજી નામંજુર
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૭ઃ વાપીના ઍક મુસ્લિમ વેપારીના સાત વર્ષના દીકરાને ભીલાડના ગુલશન નગરમાં લગ્નમાંથી સાયકલ આપવાની લાલચમાં અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરનાર આરોપીના જામીન અરજી નામંજૂર કરાયા છે.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના ઝંડા ચોક ખાતે રહેતા અને સાઉદી અરેબિયામાં નોકરી તેમજ વેપાર કરતાં ઍક મુસ્લિમ પરિવાર તારીખ ૨૩-૧૨-૨૦૨૪ ના રોજ તેમના સંબંધીના ભીલાડ ખાતે આવેલ ગુલશન નગરમાં લગ્નમાં સહ પરિવાર ગયા હતા ત્યાંથી રાત્રિ દરમિયાન સાત વર્ષના તેમના પુત્રને તેમના જ પિતરાઈ મામા દ્વારા બાળકના પિતા પાસેથી મોટી રકમ પડાવવાની લાલચે તેમના બે મિત્રોને સાથે રાખી અપહરણ કરવાની યોજના બનાવી હતી તે મુજબ બાળકને લગ્નમંડપમાંથી સાયકલ અપાવવાની લાલચ આપી અપહરણ કરી ગળું દબાવી બાળક મૃત પામ્યો છે તેમ સમજી વાપી જીઆઇડીસીના ઍસટીપી અને સીઈટીપી પ્લાન્ટ પાસે આવેલ ઝાડીમાં ફેંકી દીધો હતો. જ્યાં કચરો વણતા તેમજ આ વિસ્તારમાં રોજ સાંજ-સવાર ફરતા ઍવા ઈસમોને અપહરણ કરાયેલા બાળકના મોબાઇલ ફોન નજરે પડતા તે ફોનના આધારે પોલીસે અપહરણ કરાયેલા બાળકને શોધી કાઢી અપહરણ કરનારને ઝડપી પાડ્યા હતા જે પ્રકરણમાં ધરપકડ કરાયેલા મોહમ્મદ ઉંમર ઉર્ફે શઉદ ફિરોજ સલીમ કાઝીના હોય વાપીની કોર્ટમાં જામીન માટે અરજી કરાઈ હતી જેને આજે વાપી કોર્ટમાં સરકારી વકીલ અનિલભાઈ ત્રિપાઠીની ધારદાર રજૂઆત અને પુરાવા રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટના જ્જ દ્વારા આરોપીની જામીન અરજીના મંજૂર કરવાનો હુકમ કરાયો છે.