ચરીના મહિલા સંચાલિત દૂધ મંડળીના સેક્રેટરીને રૂ. ૫ હજારનો દંડ અને ઍક વર્ષની સજા
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીખલી,તા.૨૭ઃ ચીખલી તાલુકાના ચરી ગામે મહિલા સંચાલિત દૂધ મંડળીમાં સેક્રેટરી દ્વારા કરેલી ઉંચાપતના કેસમાં ચીખલી કોર્ટે સેક્રેટરીને ઍક વર્ષની સજા અને રૂપિયા ૫,૦૦૦ નો દંડ ફટકાર્યો.
બનાવની પ્રા માહિતી અનુસાર ચીખલી તાલુકાના ચરી ગામે મહિલા સંચાલિત દૂધ મંડળીના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અરવિંદ બાબર પટેલ રહે. ચરી ઘાંચીવાડ બાર ફળીયા તા. ચીખલી નાઍ તા. ૨-૭-૯૬ થી તા. ૨૦-૧૨-૯૬ના સમય દરમિયાન માલ સ્ટોક, માલ ઍડવાન્સ, રોકડ ઍડવાન્સ, રસીના તથા રોકડ સિલકના કુલ્લે રૂપિયા ૮૬.૨૧૧.૦૬ મંડળીના હિસાબમાં ગેરરિતી આચરી ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમાં લઇ વાપરી નાખતા જે બનાવવાની ફરિયાદ તા. ૧૩-૩-૨૦૦૧ ના રોજ ચીખલી પોલીસ મથકમાં નોંધાતા સદર કેસ ચીખલીની ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા જજ શ્રી વી.જે. ચૌહાણે આરોપી અરવિંદ બાબર પટેલને કસૂરવાર ઠેરવી ઍક વર્ષની સજા તેમજ રૂપિયા ૫,૦૦૦ નો દંડ જો દંડ ન ભરે તો ઍક માસની વધુ સજાનો ચુકાદો જાહેર કર્યો છે સરકાર તરફે સરકારી વકીલ શ્રી વાય. આર. પટેલે ધારદાર રજૂઆતો કરી હતી.