ઉમરગામ ઍમઍમ હાઇસ્કુલ ખાતે મિલેટ્રી ટ્રેનિંગ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૭ ઃ ઉમરગામ ઍમ.ઍમ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને ઍક દિવસે કેમ્પનું આયોજન કરી મિલેટ્રી ટ્રેનિંગ આપવામાં આવી હતી. ભરૂચની અતુલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ઉમરગામ ઍમ. ઍમ હાઇસ્કુલ ખાતે મિલેટ્રી ટ્રેનિંગ અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઍક ઍક દિવસીય કેમ્પમાં ૧૦૦ વધુ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો કેમ્પમાં ઉપયોગી માહિતી સાથે ફિઝિકલ ટ્રેનિંગ અને આગ લાગે ત્યારે કટોકટીની સ્થિતિમાં સ્વ સુરક્ષા અને અન્યને મદદરૂપ થવાની તાલીમ સાથે શૂટિંગ વગેરે સહિત કુલ ૨૩ જેટલી જુદી જુદી તાલીમો આપવામાં આવી હતી. કેમ સંદર્ભે સંસ્થાના પ્રમુખ અજય રાજારામ દુબે ઍ વિસ્તૃત જાણકારી આપી હતી કેમ્પમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓઍ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
અતુલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈ કેમ્પનું આયોજન કરી વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. ઍમ ઍમ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓઍ ઍક દિવસે કેમ્પમાં ભાગ લઈ આગની ઘટના સમયે તેમજ આપત્તિ સમયે સ્વ સુરક્ષા અને અન્યને મદદરૂપ થવા ઉપયોગી માહિતી મેળવી સાથે જ ફિઝિકલ ટ્રેનિંગ પ્રા કરી હતી. વિદ્યાર્થીઓઍ સંસ્થા દ્વારા આપવામાં આવેલી ટ્રેનિંગ થી સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉમરગામ ઍમઍમઍસ સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન રમતગમત સંગીત તેમજ ટ્રેનિંગ કેમ્પ વગેરેનું આયોજન કરે છે.