Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

સોળસુબા વિસ્તારમાં સર્વિસ રોડની કામગીરીમાં વેઠ

સોળસુબા વિસ્તારમાં સર્વિસ રોડની કામગીરીમાં વેઠ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૭ ઃ ઉમરગામ તાલુકાના નવનિર્મિત સોળસુબા રેલવે ઓવરબ્રિજના નિર્માણ બાદ સર્વિસ રોડની કામગીરીમાં  વેઠ ઉતારાતા સ્થાનિક રહીશો વેપારીઓ અને અવરજવર કરતા વાહનચાલકો તેમજ મુખ્યત્વે રિક્ષાચાલકો રોજે રોજ પારાવાર મુશ્કેલી વેઠી રહ્ના છે. રીક્ષા ચાલકોઍ જીઆઇડીસી કોલોની રહેઠાણ વિસ્તારમાં થઈ પસાર થવું પડી રહ્નાં છે. સર્વિસ રોડની કામગીરી પૂર્ણ ન કરતા અહીં પાડા ન વાંકે પખાલીયાને ડામ કહેવત સાર્થક થતી જોવા મળે છે. ઍજન્સીની રઢિયાળ કામગીરીને કારણે જીઆઇડીસી કોલોની વિસ્તારમાં રહેતા રહીશોના માથે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્નાં છે. રહેઠાણ વિસ્તારમાં વાહનોની સતત અવરજવરને કારણે શાળાઍ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોના માથે અકસ્માતનું જોખમ તોડાઈ રહ્નાં છે સાથે જ સ્થાનિક રહીશોની શાંતિ ભંગ થઈ છે. અગાઉ રીક્ષા અને ભારે માલવાહક વાહનો ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગથી પસાર થતા હતા પરંતુ સર્વિસ રોડની કામગીરીમાં વેઠ ઉતારાતા વાહનો રહેઠાણ વિસ્તારમાં થઈ પસાર થઈ રહ્ના છે. સ્થાનિક રહીશો દ્વારા નોટિફાઇડ વિભાગના અધિકારીને રહેઠાણ વિસ્તારમાં બેરીકેટ લગાવવા માંગ કરાય છે. નોટિફાઇડ વિભાગના ચીફ ઓફિસર મહેશભાઈ દ્વારા અગાઉ જે સ્થળે બેરીકેટ લગાવવામાં આવ્યા હતા. ઍ જ રીતે ફરી તમામ સ્થળો પર બેરેકેટ લગાવવામાં આવશે તેમ જણાવ્યું છે. સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સમસ્યા સંદર્ભે સર્વિસ રોડ પહોળો બનાવવા તાત્કાલિક અસરથી પરિણામ લક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.