Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

અંકલાલના ગ્રામજનોઍ પ્રદૂષણ અંગે વલસાડ સાંસદને રજૂઆત

અંકલાલના ગ્રામજનોઍ  પ્રદૂષણ અંગે વલસાડ સાંસદને રજૂઆત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૭ ઃ ઉમરગામ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં દાદરા નગર હવેલી ને અડીને આવેલ ગામમાં રહેતા ગ્રામજનો પ્રદૂષણને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે દાદાનગર હવેલી વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા કુદરતી વહેણમાં પ્રદૂષિત પાણી છોડી જાહેર આરોગ્ય જોખમાય ઍવી નિંદનીય પ્રવૃત્તિ લાંબા સમયથી કરતા રહ્ના છે અગાઉસ્થાનિક ગ્રામજનો દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકર અને જીપીસીબી વિભાગને રજૂઆત કરી હતી. જોકે સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે સાંસદ ધવલભાઈ પટેલના કાર્યાલય ખાતે સરપંચ અને ગ્રામજનો પહોંચ્યા હતા. અંકલાસ ગામની નજીક બોર્ડર પર આવેલ દાદરા નગર હવેલીના ખરડપાડા સ્થિત ડમ્પીંગ સાઈટ વેસ્ટેડ દુર્ગદ વાળું ગંદુ પાણી કેમિકલ યુકત બરફપાડ, દાદરીપાડ,વણ્યાપાડ, નગવાસ, મારફતે કાલય થઈ દરિયામાં જાય છે. ઍ બંધ કરવા બાબતે અંકલાસ ગામના આગેવાન રવુભાઈ વળવી, યુવા મોરચા મહામંત્રી જયદીપભાઈ પટેલ, યુવાબોર્ડ સંયોજક હેમંત વારલી,  વિનોદભાઈ વારલી તથા ગામના યુવાઓ અને ગ્રામ લોકો દ્વારા આપણા સાંસદ, લોકસભાના દંડક  ધવલભાઈ પટેલના વલસાડ ઓફિસ પર જઈ અંગત મદદનીશ પ્રકાશભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.