Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ઉમરગામના દરિયા કિનારે મિશન સેવ અર્થ કાર્યક્રમનો આરંભ

ઉમરગામના દરિયા કિનારે મિશન સેવ અર્થ કાર્યક્રમનો આરંભ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૭ ઃ ઉમરગામના મી ઍન્ડ મી ગ્રુપ દ્વારા ઉમરગામના દરિયા કિનારે પ્લાસ્ટિક ફરી ઉમરગામ બનાવવા પર્યાવરણ જાગૃતિ માટે રંગારંગ કાર્યક્રમનું આયોજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉમરગામ શહેર વિસ્તારમાં આવેલી મી ઍન્ડ મી સેવાકીય સંસ્થા ઉમરગામ શહેર સહિત આજુબાજુ ગામોમાં પર્યાવરણ જાળવણી માટે પ્લાસ્ટિક ફ્રી અભિયાન ઉપર છેલ્લા ૨૦ વર્ષથી લોક જાગૃતિ કેળવવા માટેની વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે. જેના ભાગરૂપે શનિવારે ઉમરગામ બીચ ખાતે મિશન સેવ અર્થ થીમ ઉપર કરાયા પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. બે દિવસ સુધી ચાલનારા કાર્યક્રમમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુ, હેન્ડીક્રાફટ વેચનારા, ખાણી પીણીની વાનગી વેચનારા ૩૫ મહિલા વેપારીઓને વિના મૂલ્ય સ્ટોલ અપાયા છે. ‘મીશન સેવ અર્થ’ થીમ ઉપર ચિત્રકામ સહિત વિવિધ સ્પર્ધાઓ, ડેકોરેશન તેમજ સંગીતનો કાર્યક્રમનો પણ આયોજન કરાયું છે. પ્રથમ દિવસે મહેમાનો, ભાગ લેનારાને કાપડની થેલી તેમજ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોને રોકડ ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત હતા.