Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

સરીગામ કેડીબી હાઇસ્કુલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી

સરીગામ કેડીબી હાઇસ્કુલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૭ ઃ ઉમરગામ તાલુકાના સરીગામ ધ્ઝ઼ગ્ હાઈસ્કૂલ ખાતે ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો આરંભ થતા સરીગામમાં કાર્યરત યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટઍ પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે. રાજ્યમાં કુલ ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યાં ઉમરગામ પંથકમાં ૩૫૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્ના છે, ત્યારે યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય ઍ સંદેશ આપતા જણાવ્યું કે,પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પણ ઍક ઉત્સવ તરીકે ઉજવવો જોઈઍ જો કોઈ વિદ્યાર્થી કોઈ ઍક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે તો તેને હતાશ થવાની જરૂર નથી. ઓછા માર્ક્સ જીવનનો અંત નથી. મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજવળ સફળતા હાંસલ કરી શકાય છે. સરકારી અઘિકારીઓ, શિક્ષકો, જીલ્લા પોલીસ ખડેપગે વિઘાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમનો ઉત્સાહ વઘાર્યો. તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડૉ. નીરવ શાહ પણ વિદ્યાર્થીઓને અભિનંદન પપઆપવા માટે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ, વડીલો, ઉપસ્થિત રહ્ના હતા. ગુજરાત બોર્ડની ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં સફળતા માટે સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી.