સરીગામ ખાતે તાલુકા ભાજપ પ્રમુખે બોર્ડની પરીક્ષાર્થીઅોને શુભકામના પાઠવી
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૭ ઃ ધો ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અત્યંત મહત્ત્વની ગણાતી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ ૧૨ સામાન્ય પરીક્ષા શરૂ થઈ છે, માટે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવા અને પ્રોત્સાહિત કરવા ભાજપ સંગઠન સૌ કાર્યકર્તાઓઍ મળી સવારે ૯.૧૫ કલાકે કે.ડી.બી હાઈસ્કૂલ- સરીગામ ખાતે વિદ્યાર્થીઓને આશિષ આપી શુભકામના પાઠવી હતી સંગઠન પ્રમુખ ડૉ નીરવભાઈ શાહ, જિલ્લા બક્ષીપંચ પ્રમુખ નિલેશભાઈ ભંડારી, માજી તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા સભ્ય કપિલભાઈ ઘોડી, શેખરભાઈ આરેકર, સંદીપભાઈ,માજી સરપંચ વલવાડા સતિષભાઈ હળપતી, કૈલાસભાઈ શાહ,યુવા મોરચા મહામંત્રી જયદીપભાઈ પટેલ, યુવા બોર્ડ હેમંત વારલી, સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્નાં હતા.